બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

VTV / rajnath singhs advice to pak pm shehbaz sharif on terrorism and best wishes

મુલાકાત / અમેરિકાથી ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Dhruv

Last Updated: 09:59 AM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના નવા પીએમ શાહબાઝ શરીફ અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, "હું તેમને માત્ર આતંકવાદ પર અંકુશ લગાવવા કહીશ. પીએમ બનવા માટે તેમને શુભકામનાઓ.'

  • રક્ષામંત્રી રાજનાથ સિંહ અમેરિકાના પ્રવાસે
  • હું તેમને માત્ર આતંકવાદ પર અંકુશ લગાવવા કહીશ: રાજનાથ સિંહ
  • પીએમ મોદીએ પણ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો

પાકિસ્તાની સંસદમાં સોમવારના રોજ થયેલા મતદાનમાં વિપક્ષી નેતા શાહબાઝ શરીફને સર્વાનુમતે નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં છે. ત્યારે પાકિસ્તાનના નવા પીએમ શાહબાઝ શરીફ અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "હું તેઓને માત્ર આતંકવાદ પર અંકુશ લગાવવા માટે કહીશ. પીએમ બનવા માટે તેમને શુભકામનાઓ."

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને શાહબાઝ શરીફને શુભેચ્છા પાઠવી છે. અભિનંદનની સાથે પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત પણ શાંતિ ઈચ્છે છે કે જ્યાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી.

રક્ષામંત્રી રાજનાથ સિંહ અમેરિકાના પ્રવાસે

તમને જણાવી દઈએ કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ અમેરિકાના પ્રવાસે છે. સોમવારે ભારત અને અમેરિકા વચ્ચે ચોથી '2+2' મંત્રી સ્તરીય બેઠક યોજાઈ હતી. તેમાં બંને પક્ષોએ યુક્રેન સહિતની વર્તમાન ઘટનાક્રમ અંગે ચર્ચા કરી હતી. 'ટુ પ્લસ ટુ' મંત્રણામાં વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન અને તેમના ભારતીય સમકક્ષ એસ.જયશંકર અને રાજનાથ સિંહે હાજરી આપી હતી.

જયશંકરે તેમના પ્રારંભિક સંબોધનમાં કહ્યું, 'અમે અમારા વિદેશી અને સંરક્ષણ સમકક્ષો સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાયડનની ડિજિટલ મીટિંગ દ્વારા અમને મળેલા માર્ગદર્શનનો અમને ચોક્કસપણે ફાયદો થયો છે, જેમાં અમે બધાએ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે 'ટુ પ્લસ ટુ' સંવાદ ફોર્મેટનો હેતુ ભારત-યુએસ ભાગીદારી માટે એકીકૃત અભિગમને વધુ પ્રોત્સાહન આપવાનો છે.

જાણો શું-શું કહ્યું રાજનાથ સિંહે?

1. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ઘણી એવી સારી વાતો થઈ હતી. બંને દેશો કુદરતી ભાગીદાર છે.

2. અમેરિકાના સંરક્ષણ ઉત્પાદકોને ભારતમાં આવવા અને ઉત્પાદન કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર વર્લ્ડ માટે પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

3. અમે ભારતના સંરક્ષણ કોરિડોરમાં રોકાણ કરવા માંગીએ છીએ. ડિફેન્સ સેક્ટરમાં FDI નિયમોમાં આપવામાં આવેલી છૂટનો લાભ લો.

4. ભારતના દળોના આધુનિકીકરણનું કામ ચાલી રહ્યું છે. આ કામ કોઈ એક દેશ પર નિર્ભર નથી. પોતાની મજબૂતી પર જોર છે.

5. હવાઈમાં અમેરિકાની ઈન્ડો-પેસિફિક કમાન્ડ પણ જઈ રહ્યાં છે. ચોક્કસપણે આ બંને દેશોની મજબૂત ભાગીદારીનો સંકેત છે. ભારત સ્પષ્ટપણે ખુલ્લું અને મુક્ત ઈન્ડો-પેસિફિકને ઈચ્છે છે કે જ્યાં નિયમો આધારિત વ્યવસ્થા હોય.

6. અમને નથી લાગતું કે સત્તા પરિવર્તનથી આતંકવાદ પર પાકિસ્તાનની સ્થિતિ બદલાઈ જશે કારણ કે તેઓ આતંકવાદનો ઉપયોગ પોતાની વિદેશ નીતિ તરીકે કરતા આવ્યાં છે.

7. જ્યાં સુધી ભારતનો સવાલ છે, અમે આતંકવાદ સામે લડી રહ્યાં છીએ. આ સાથે તેનો યોગ્ય જવાબ પણ આપીશું. ભલે તેની માટે કોઈ પણ હદ સુધી જવું પડે.
 

આ સાથે સંરક્ષણ મંત્રાલયે રાજનાથ સિંહ અને આસ્ટિન વચ્ચેની બેઠક બાદ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓએ મુખ્ય સંરક્ષણ ભાગીદારીને ગાઢ બનાવવા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની ગુણવત્તા અને અવકાશને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની રીતો પર ચર્ચા કરી હતી. તેઓએ મિલિટરી-ટુ-મિલિટરી કનેક્ટિવિટી, માહિતીનું આદાન-પ્રદાન, ઉન્નત લોજિસ્ટિકલ સહયોગ અને સુસંગત સંચાર હેઠળ સશસ્ત્ર દળોની ક્ષમતાની સમીક્ષા કરી હતી. આ સંદર્ભે સ્પેશિયલ ઓપરેશન ફોર્સનો ગાઢ સહકાર સામે આવ્યો. બંનેએ સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે ગાઢ સહકારની રીતો પર ચર્ચા કરી.

અમેરિકન કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું

સંરક્ષણ મંત્રાલયે ભારત અને યુએસ કંપનીઓ વચ્ચે સહ-વિકાસ, સહ-ઉત્પાદનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને જાળવણી માટે યુએસ કંપનીઓને ભારતમાં આમંત્રણ આપ્યું હતું. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અને ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિના તમામ પાસાઓની સમીક્ષા કરી હતી. બંને મંત્રીઓએ ઈન્ડો-પેસિફિક અને વિશાળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત-યુએસ સંરક્ષણ ભાગીદારીના મહત્વને માન્યતા આપી હતી.

ગત વખતે બંને દેશો વચ્ચે 2 પ્લસ 2 મંત્રણા દિલ્હીમાં યોજાઇ હતી

તમને જણાવી દઈએ કે, બંને દેશો વચ્ચે છેલ્લી 2+2 મંત્રી સ્તરીય મંત્રણા ઓક્ટોબર 2020માં નવી દિલ્હીમાં થઈ હતી. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનમાં દ્વિપક્ષીય 2+2 આંતર-સત્રીય બેઠક યોજાઇ હતી અને દક્ષિણ એશિયા, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને પશ્ચિમ હિંદ મહાસાગરના વિકાસ પર મૂલ્યાંકનની આપ-લે કરી હતી.

મહત્વપૂર્ણ છે કે બંને દેશો વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતે યુક્રેન મુદ્દે તટસ્થ વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં ભારતે રશિયા પાસેથી ઓછી કિંમતે તેલ ખરીદવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું માનવું છે કે, ભારત સાથે અમેરિકાની ભાગીદારી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ