બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / રાજકોટ / rajkumar santoshi was given one year punishment byu rajkot court

આદેશ / સલમાન-શાહિદની સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટરને રાજકોટની કોર્ટે ફટકારી એક વર્ષની સજા, જાણો શું છે કેસ

Khevna

Last Updated: 11:09 AM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડની સુપરહિટ ફિલ્મોનાં ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને રાજકોટની કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. જાણો શું હતો આખો મામલો.

  • નિર્માતા-નિર્દેશક રાજકુમાર સંતોષીને સજા 
  • રાજકોટની કોર્ટે એક વર્ષની સજા ફટકારી
  • ચેક રિટર્ન કેસમાં થઈ એક વર્ષની સજા

રાજકુમાર સંતોષીને રાજકોટની કોર્ટે ફટકારી સજા 
બોલિવુડની સુપરહીટ ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં રાજકોટની અદાલત દ્વારા એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમનો રાજકોટનાં એક બિલ્ડર અનિલ જેઠાણી સાથે 5 લાખ રૂપિયાનો નાણાકીય વ્યવહાર થયો હતો. રાજકુમાર સંતોષીએ બિલ્ડરને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને ત્યાર બાદ તેમનો ચેક રિટર્ન થતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. બિલ્ડરના વકીલ દ્વારા તેમને નોટિસ પણ જાહેર કરાઈ હતી છતાં પણ તેમણે રૂપિયા આપ્યા નહી અને હવે આ મામલે તેઓ દોષિત જાહેર થયા છે. 

શું થઇ સજા?
ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીને 1 વર્ષની સજા કરવામાં આવી છે અને આ સાથે જ તેમને 60 દિવસમાં બિલ્ડર અનિલ જેઠાણીને રકમ ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. 

કોણ છે રાજકુમાર સંતોષી?
રાજકુમાર સંતોષી એક ભારતીય ફિલ્મ ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીન રાઈટર છે. તેમણે ડાયરેકશનની શરૂઆત ફિલ્મ ઘાયલથી 1990માં કરી હતી, જે ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ તેમણે સની દેઓલ, અમરીશ પૂરી, મીનાક્ષી સેશાદ્રી જેવા નામાંકિત કલાકારો સાથે પણ કામ કર્યું હતું. ત્યાર બાદ તેમની ફિલ્મ અંદાઝ અપના અપનાએ દર્શકોના દિલ જીત્યા હતા. તેમણે હલ્લા બોલ અને અજબ પ્રેમ કી ગજબ કહાની જેવી ફિલ્મો પણ ડાયરેક્ટ કરી છે. આજના સ્ટાર્સની વાત કરીએ તો તેમણે શાહિદ કપૂર, રણબીર કપૂર, અજય દેવગણ, કેટરીના કૈફ જેવા નામાંકિત કલાકારો સાથે પણ કામ કર્યું છે. 

રાજકુમાર સંતોષીની કરિયર 
રાજકુમાર સંતોષીએ ઘણી સુપરહીટ બોલિવુડ ફિલ્મોનું ડાયરેકશન અને નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મોમાં અંદાઝ અપના અપના, અજબ પ્રેમ કી ગજબ કહાની, ફટા પોસ્ટર નિકલા હીરો, હલ્લા બોલ, દામિની જેવી ફિલ્મો પણ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ