બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Rajkot's notorious Kamlesh Ramani forcibly grabbed land, PSI grabbed 50 lakh

વધુ એક વસૂલીકાંડ / રાજકોટના નામચીન કમલેશ રામાણીએ બળજબરીથી જમીન પડાવી, તો PSIએ પડાવ્યા 50 લાખ

Mehul

Last Updated: 11:36 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના એક વ્યક્તિ પાસેથી નામચીન બિલ્ડર કમલેશ રામાણીએ બળજબરીથી જમીન લખાવ્યા સાથે ક્રાઈમબ્રાંચના પીએસઆઈ સાખરા સહિતના પોલીસ અધિકારીઓએ 50 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ

  • રાજકોટ પોલીસના ગળે હવે રામાણીની રામાયણ 
  • બિલ્ડર કમલેશ રામાણીએ જમીન પચાવ્યાની ફરિયાદ 
  • નામચીન  પીએસઆઈ સાખરાએ પણ પડાવ્યા 50 લાખ 

રાજકોટ પોલીસ કમિશનર કચેરી છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. પરંતુ આ વખતે જે ઘટના બની છે, તેના કારણે આખા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો  રાજકોટ પોલીસ કમિશનર પર લાગેલા આરોપ મામલે હજુ તો તપાસ સમિતિનો રિપોર્ટ સામે આવ્યો નથી, ત્યારે વધુ એક વ્યક્તિએ ક્રાઈમ બ્રાન્ચ પર વસૂલીના આરોપ લગાવીને કમિશનરની ઓફિસ પર જ ફિનાઈલ પીવાનો પ્રયાસ કર્યો.

રાજકોટ પોલીસ કમિશનરની કચેરી  લોકો ન્યાયની અપેક્ષા સાથે આવતાં પણ હવે આ ઓફિસ આક્રોશ ઠાવવવાનું કેન્દ્ર બની ગઈ છે. અને આક્રોશ પણ કોની સામે?. જેમના પર નાગરિકોની સુરક્ષાની જવાબદારી છે તેમની જ સામે. પોલીસની ગરિમાને લજવે તેવા આરોપનું એપી સેન્ટર બનેલી રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ આ હોબાળા સાથે જ વધુ એક વસૂલીકાંડનો પણ ખુલાસો થયો. વિજય સોલંકી નામના આ શખ્સનો આરોપ છે કે રાજકોટના બિલ્ડર કમલેશ રામાણી સહિત પાંચ લોકો જમીન ખાલી કરાવવા દબાણ કરી રહ્યા છે. આ જમીન તેને વારસા રૂપે મળી છે. જેના પર કમલેશ રામાણીએ 26 માર્ચ 2021ના રોજ બળજબરીપૂર્વક સહી કરાવી લીધી. 

વિજય સોલંકીના આરોપ મુજબ આ વાત માત્ર આટલેથી ન અટકી. અને ક્રાઈમબ્રાંચના પીએસઆઈ સાખરા સહિતના પોલીસ અધિકારીઓએ 50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી અને તેને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી.

રાજકોટના બિલ્ડર કમલેશ રામાણીએ આ આરોપોને તો નકાર્યા છે, પરંતુ એક બાદ એક સણસણતા આરોપોની વણઝારના કારણે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્તબ્ધ છે, આરોપોની ગંભીરતાને જોતા તમામ દિશાઓમાં નિષ્પક્ષ તપાસની તૈયારી દર્શાવી છે.

રાજકોટના સખિયા બંધુઓએ સૌપ્રથમ વસૂલીના આરોપ લગાવ્યા બાદ રાજકોટ ક્રાઈમબ્રાંચના તમામ અધિકારીઓની બદલી તો કરી દેવામાં આવી છે, બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનરની કમિશનમાં ભૂમિકા મામલે અત્યાર સુધીમાં 10 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. અને તપાસ અધિકારી વિકાસ સહાય ગમે તે સમયે રિપોર્ટ રજૂ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ