બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot MD drugs 2 accused arrested with quantity
Last Updated: 10:53 PM, 10 April 2024
રાજ્યમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
MD ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા
અત્રે જણાવીએ કે, રાજકોટમાં ઝડપાયેલા બંન્ને આરોપીઓ પાસેથી 7.50 ગ્રામ MD ડ્રગ્સ પણ ઝડપાયો છે. જે બંન્ને આરોપીઓના નામ શાહરૂખ જામ અને રાહુલ ગોસાઈ છે. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
અગાઉ ગાંધીનગરથી ડ્રગ્સ ઝડપાયું હતું
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ ગાંધીનગર ખાતેથી MD ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા હતા. ગાંધીનગર SOGએ MD ડ્રગ્સ સાથે બે આરોપીને દબોચ્યા હતા. જેમની પાસેથી 33 હજારથી વધુ કિંમતનું 3.320 ગ્રામ MD ડ્રગ્સ SOG પોલીસે કબજે કર્યું હતું. પોલીસે મોબાઈલ અને બાઇક પણ આરોપીઓ પાસેથી કબજે કર્યા હતાં.
વાંચવા જેવું: આને કહેવાય વિકાસ! પોરબંદરમાં સિમેન્ટના રોડ પર પથરાયો ડામર, જુઓ વીડિયો
છેલ્લા બે વર્ષમાં અધધ ડ્રગ્સ ઝડપાયું
રાજ્યમાં ડ્રગ્સ મેળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અત્રે જણાવીએ કે, વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહ મંત્રીએ રજૂ કર્યો હતો. જે મુજબ ગુજરાતમાં વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું
દ્વારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા તો સાથો સાથ દ્વારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ. વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.