ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot Crime Branch nabbed 3 accused in Ek Ka Double extortion scheme
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજકોટમાં એક કા ડબલની સ્કીમમાં છેતરપીંડી કરનારા આરોપી ઝડપાયા
ખરેખર આજના સમયમાં લોકો પૈસા પાછળ ગાંડા થઈ જાય છે અને એનો જ લાભ માણસ જ પોતે પણ ઉઠાવે છે.ત્યારે હાલમાં જ હેરાફેરી ફિલ્મ જેવી ઘટના સામે આવી છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક કા ડબલની લોભામણી સ્કીમમાં લતાબેન ઉર્ફે માતાજી, ઈમ્તિયાઝ સિંધી,આકાશ શર્મા ઝડપી પાડ્યા છે.જ્યારે આ ગુનામાં અન્ય ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ શોધખોળ કરી રહી છે.
ADVERTISEMENT
ધાર્મિક વિધિ દ્વારા પૈસા ડબલ કરી આપવાનું કહેતા હતાં આરોપીઓ
આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાં લતાબેન ઉર્ફે માતાજી, ઈમ્તિયાઝ સિંધી,આકાશ શર્મા નામના આરોપીઓ રાજકોટમાં ધાર્મિક વિધિ દ્વારા લોકોને પાંચ દિવસમાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી આચરી પૈસા લઈ ફરાર થઈ થઈ જતાં હતાં.
ADVERTISEMENT
આ વાતની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતાં ત્રણ આરોપીઓને ઝડપી પાડયા
આ વાતની જાણ જ્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને થતાં તાત્કાલિક એકશનમાં આવી હતી. કાર્યવાહી હાથ ધરી હતી.આ દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની સમક્ષ લતાબેન ઉર્ફે માતાજી, ઈમ્તિયાઝ સિંધી, આકાશ શર્માને 11 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતાં.જ્યારે આ ગુનામાં તેમના અન્ય ચાર સાગરિતોની ધરપકડ કરવા માટે કાર્યવાહી તેજ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ