બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / rajkot crime branch is suspected in sayla liquor connection case

એક્શન / વસૂલીકાંડ બાદ હવે દારૂકાંડમાં પણ રાજકોટ ક્રાઇમ બાન્ચનું કનેક્શન, 3 ASI સહિત 4 સામે અપહરણનો ગુનો દાખલ

Khyati

Last Updated: 11:35 AM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓની સંડોવણી હોવાનો વીડિયો થયો વાયરલ, વીટીવી ન્યૂઝ નથી કરતુ વીડિયોની પુષ્ટિ

  • સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસનું દારૂ કનેક્શન
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓની સંડોવણી
  • સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો ચર્ચામાં

ગુજરાતમાં દારુબંધીની માત્ર વાતો, દારુબંધી તો માત્ર કાગળો પર. આવા નિવેદનો અવારનવાર રાજકીય ચર્ચા દરમિયાન સાંભળવા મળે છે.  પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ જ પોતાની ફરજ ભૂલી જાય તો પછી જનતાને તો  શું કહેવુ. સુરેન્દ્ર નગરના સાયલામાં પોલીસનું દારુ કનેક્શન સામે આવતા ખળભળાટ મચ્યો છે.  ત્યારે હવે આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાંચના પોલીસકર્મીની સંડોવણી સામે આવી છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ ઉગ્ર બન્યો છે.

vtv ન્યૂઝ નથી કરતુ વીડિયોની પુષ્ટિ 

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં દારુનો જથ્થો પડ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાંચના દેવાભાઇના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી. પરંતુ સોશિયલ મીડિયામાં પોલીસની છબી ખરડાતા આ વીડિયો અંગે ચર્ચાનો દોર શરુ થયો છે.  મહત્વનું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાંચ થોડા સમય પહેલા જ કમિશન કાંડમાં વગોવાઇ હતી. જેને લઇને પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી હતી . તેમજ પીઆઇ સહિતના સ્ટાફને સસ્પેન્ડ સહિતના પગલા લેવાયા હતા.  જે બાદ આખો સ્ટાફ નવો આવ્યો તેમ છતાં હવે આ દારુનુ કનેક્શન ખુલતા ચર્ચાનો મુદ્દો બન્યો છે. 
 

3 ASI સહિત 4 સામે અપહરણનો ગુનો દાખલ 

WASPરાજકોટમાં વસૂલીકાંડ બાદ હવે દારુકાંડમાં ક્રાઇમ બ્રાંચનું કનેક્શન સામે આવતા ફરી એકવાર રાજકોટ ક્રાઇમ બ્રાંચ સવાલોના ઘેરામાં આવી ગઇ છે. સાયલા પાસે દારૂના કન્ટેનરને પેટ્રોલિંગ પુરૂ પાડવામાં સંડોવણી સામે આવી હતી. આ મામલે  ક્રાઇમ બ્રાન્ચના 3 ASI સહિત 4 સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટીમને લીડ કરનાર PSI ભાવના કડછાની પણ પૂછપરછ કરાશે.  સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર હકીકત પ્રકાશમાં લાવતા ગુનો દાખલ કરાયો છે.


કોન્સ્ટેબલ દેવા ધરાજીયાની ભૂમિકા શંકાસ્પદ 

મહત્વનું છે કે  કોન્સ્ટેબલ દેવા ધરાજીયા સામે 95 લાખના તોડકાંડમાં તપાસ ચાલુ છે. જેને લઇને દેવા ધરાજીયાને ઓફિસ વર્કનો આદેશ કરવામાં આવ્યો હતો.ત્યારે તેઓ સાયલા કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે. ટીમે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી હતી કે કેમ તે મોટો પ્રશ્ન થઇ પડ્યો છે. તો બીજી તરફ એક વાયરલ વીડિયોમાં પણ કોન્સ્ટેબલ દેવાનો ઉલ્લેખ થતા દેવા ધરાજીયાની ભૂમિકા શંકાસ્પદ જણાઇ રહી છે.

શું હતો સમગ્ર મામલો  ?

સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પાસે રાજકોટ ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવીને દારૂ ભરેલું કન્ટેન્ટર ઝડપી પાડ્યું હતું. જેમાં તપાસ કરતા રાજકોટ ક્રાઈમબ્રાંચના જ અધિકારીની સંડોવણી ખુલી છે. તેમાં પણ હાલમાં સાયલા પોલીસ અને રાજકોટ ક્રાઈમબ્રાંચ વચ્ચે હદ વિવાદ ચાલી રહ્યો છે. દારૂના કન્ટેનર આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ સાયલા પહોંચ્યું છે.રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે DCP ક્રાઇમને તપાસ સોંપી છે. કન્ટેનર ભરીને વિદેશી દારૂ કોણે મંગાવ્યો તે હજુ પણ મોટો સવાલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ