બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot became famous for making beds

દબદબો / રાજકોટના ખાટલાની દુનિયામાં ધૂમ, લેવા માટે થઈ રહી છે પડાપડી, મોટી બીમારી મટાડે.?

Dinesh

Last Updated: 11:34 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રંગીલુ રાજકોટ માત્ર ખાવા જ નહીં પણ સુવાના ખાટલા બનાવવા માટે પણ પ્રખ્યાત; અહિંયાના ખાટલા ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ વેચાય છે.

  • રાજકોટ ખાટલા બનાવવા માટે બન્યો પ્રખ્યાત 
  • રાજકોટના ખાટલા દેશ-વિદેશમાં વેચાય છે
  • ખાટલામાં સુવાથી કરમના,સ્નાયુના દુખાવામાં પણ રાહત મળે


રંગીલુ રાજકોટ માત્ર ખાવા જ નહીં પણ સુવાના ખાટલા બનાવવા માટે પણ પ્રખ્યાત છે, અહિંયાના ખાટલા ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ વેચાઈ છે. ત્યારે હવે આધુનિક યુગમાં દેશી ખાટલાના બદલે કલરિંગ રજવાડી ખાટલા બનાવમાં આવી રહ્યા છે.

રાજકોટ ખાટલા બનાવવા માટે બન્યો પ્રખ્યાત 
રાજકોટથી માત્ર 5 કિલોમીટર દુર આવેલું સોખડા ગામ, અહીં બનતા ખાટલા રાજકોટ જ નહીં પણ દેશ-વિદેશમાં વેચાય છે. સોખડાના મુસ્તુફા લોટા જેઓ ખાટલાના વ્યવસાય સાથે છેલ્લા 15 વર્ષથી સંકળાયેલા છે. તેમના બાપ-દાદના વારસામાં મળેલા આ ધંધામાં તેમને અનોખી મહારથ હાસિલ કરી છે. અત્યારે લોકોના ઘરમાં સંકળાશ વધારે છે. જેથી લોકો ઘરમાં ખાટલા રાખી શકતા નથી. અત્યારે મોટાભાગે ગામડાઓમાં અને શહેરોમાં ખાટલાના કારીગરો પણ લુપ્ત થઈ રહ્યાં છે. જેથી તેમને ખાટલાને અવનવી રજવાડી ડિઝાઇનથી ખાટલાને નવો લુક આપ્યો છે. 

રાજકોટના ખાટલા દેશ-વિદેશમાં વેચાય છે
મુસ્તુફા લાટાનો પરિવાર પહેલા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો પરંતુ ખેતીના વ્યવસાયમાં વધારે મળતું કે સુજતું નહીં એટલે રાજકોટ આવીને ખાટલાનો વ્યવસાય શરૂ કર્યો. જેમાં તેઓ સારી કમાણી કરી રહ્યા છે. મુસ્તુફા લોટાનું કહેવું છે કે તેમના ખાટલા ન માત્ર રાજકોટ કે ગુજરાત પણ દેશ-વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે. અહીં લોખંડ, સ્ટીલ અને લાકડાના રજવાડી પાયાવાળી ડિઝાઇનથી સજ્જ ખાટલા અને ખાટલીઓ બનાવવામાં આવે છે. જેની કિંમત 1 હજાર 500થી માંડી 40 હજાર સુધીની છે. 

ખાટલાના અનેક ફાયદાઓ
જો તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય અને જો તમે ખાટલા પર સૂવાનું પસંદ કરો તો તમને ઉંઘ સારી આવે છે. કોઇ પણ પ્રકારની સમસ્યા થતી નથી. પરંતુ હાલ વર્તમાન યુગમાં લોકો ખાટલાને ભૂલી રહ્યા છે. ખાટલાને બનાવતી વખતે તેમાં દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ દોરડાની ગુંથણીની અંદર વચ્ચે ઘણા હોલ રાખવામાં આવે છે. જે તમારા શરીર માટે ખુબજ ફાયદકારક સાબિત થાય છે. તે તમારા શરીરમાં લોહીના પરિભ્રમણ માટે પણ વધુ ઉપયોગી બનતા હોય છે. ખાટલામાં સુવાથી કરમના દુખાવા અને સ્નાયુના દુખાવામાં પણ રાહત મળે છે. આ સાથે જ ઉંઘ પણ ખુબ સારી આવે છે. 
મહત્વનું છે કે ખાટલાઓ ભરવા માટે ખૂબ મહેનત હોય છે. પહેલાના જમાનામાં ગામમાં લોકો પાસે આ આવડત હતી. પરંતુ હાલ આ પરંપરા લુપ્ત થતી જાય છે. મોટા ભાગના લોકો તૈયાર પથારી તરફ વળી જતાં ખાટલા જોવા મળતા નથી. ત્યારે હવે રાજકોટના યુવકે લુપ્ત થતા ખાટલાને રજવાડી લુક આપી ખાટલાને ફરી જીવંત કર્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ