બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajkot airport and Morbi National Highway contractor fined Rs 1 crore in mineral theft case

એક્શન / સરકારી કોન્ટ્રાક્ટમાં કાંડ, ખનીજ ચોરીને બનાવ્યો હાઇવે, દિલીપ બિલ્ડકોનને રૂ.1 કરોડનો દંડ

Malay

Last Updated: 08:10 AM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ એરપોર્ટ અને મોરબી નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરને ખનીજ ચોરી મામલે રૂ.1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો VTV gujarati પર

 

  • મોરબી પંથક ખનીજ ચોરીનો મામલો
  • દિલીપ બિલ્ડકોનને રૂ.1 કરોડનો દંડ
  • નેશનલ હાઇવેમાં વપરાતું હતું ખનનનું મટીરીયલ

મોરબી પંથકમાં ખનીજ ચોરી મામલે દિલીપ બિલ્ડકોનને રૂ.1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે દિલીપ બિલ્ડકોનને નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ મોરબીના કાંતિપુરમાં ખાણ ખનીજ વિભાગે મસમોટી ખનીજચોરી પકડી પાડી હતી. આ ખનીજચોરી દિલીપ બિલ્ડકોન નામની કંપની જ કરી રહી હતી. 

ખાણ ખનીજ વિભાગની ટીમે પાડ્યો હતો દરોડો
ગત 19મીએ ખાણ ખનીજ વિભાગની ટીમે મોરબીના કાંતિપુરમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે મસમોટી ખનીજચોરી પકડી પાડી હતી. ગામનની એક વાડીમાંથી ખનીજચોરી કરતા 10 વાહનો ટીમે કબજે કર્યા હતા. જે બાદ તપાસ કરતા આ વાહનો દિલીપ બિલ્ડકોન કંપનીના હોવાનું સામે આવ્યું હતું. સાથે જ 37,220 ટન ખનીજચોરી તપાસમાં બહાર આવી હતી. ખોદકામની માપણી કરતા કુલ 37,220 મેટ્રિક ટન સાદી માટીનું ગેરકાયદે ખનન થયાનું સાબિત થયું હતું. આ માટી હાઇવે બનાવવા માટે વપરાતી હતી. 

37,220 ટન ખનીજચોરી તપાસમાં બહાર આવી
જે બાદ ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે આ ખનીજચોરી બદલ 1 કરોડનો દંડ ફટકારતી નોટિસ દિલીપ બિલ્ડકોનની ભોપાલ ઓફિસે મોકલી છે. આ સમાધાન રકમ ભર્યા બાદ જ ગુનાની માંડવાળ થશે. આ સિવાયની રજૂઆત માટે કંપનીને 7 દિવસની મુદત અપાઈ છે.

મોટા સરકારી કામ દિલીપ બિલ્ડકોન પાસે
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં નેશનલ હાઇવેનું કામ અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ દિલીપ બિલ્ડકોન પાસે જ છે. કાંતિપુર ગામેથી ખનીજચોરી કરીને આ જ હાઇવેમાં માટી વપરાતી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ