બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / સ્પોર્ટસ / Cricket / Rajat Patidar batted brilliantly and scored a century A practice match is being played between India A and England Lions.

India A vs England Lions / અમદાવાદની ધરા પર રજત પાટીદારે ફટકારી સેન્ચુરી, ઈંગ્લેન્ડના બોલર્સની કરી ધોલાઈ

Pravin Joshi

Last Updated: 01:35 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India A vs England Lions: ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. રજત પાટીદારે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી.

  • ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે
  • ટેસ્ટ શ્રેણી પહેલા બંને ટીમો વચ્ચે પ્રેક્ટિસ મેચ 
  • રજત પાટીદારે ભારત A માટે શાનદાર પ્રદર્શન કર્યું 

ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ ભારતના પ્રવાસે છે. ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે અહીં એક ટેસ્ટ શ્રેણી રમાવાની છે. આ પહેલા બંને ટીમો વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. રજત પાટીદારે ભારત A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ મેચમાં સદી ફટકારી હતી. રજતે પોતાની ઇનિંગ દરમિયાન 18 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ 233 રનના સ્કોર સુધી સિમિત રહી હતી.

રજત પાટીદારે શાનદાર સદી ફટકારી

ઈન્ડિયા A માટે કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન અને રજત પાટીદાર ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ઇશ્વરન 42 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પાટીદાર અણનમ રહ્યો હતો. તેણે 141 બોલનો સામનો કર્યો અને 111 રન બનાવ્યા. રજતની આ ઇનિંગમાં 18 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. રજત પહેલા પણ ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે. જો કે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. સમાચાર લખાય ત્યાં સુધી ભારત A એ 3 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. સરફરાઝે શાનદાર બેટિંગ કરી અને 52 બોલમાં 41 રન બનાવ્યા. જ્યારે કેએસ ભરત 12 રન બનાવીને રમી રહ્યો હતો. ભરતની આ ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. ભરત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં પણ જગ્યા બનાવી શકે છે.

વધુ વાંચો : બે ગુજરાતી બોલર્સ, ઈશાન કિશન પર વિવાદ...: ટીમ ઈન્ડિયાની નવી ટીમમાં શું છે ખાસ?

ઈંગ્લેન્ડ લાયન્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને 233 રન બનાવ્યા

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ લાયન્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને 233 રન બનાવ્યા હતા. તેના માટે ઓપનર એલેક્સ લીસે 46 બોલનો સામનો કરીને 35 રન બનાવ્યા હતા. જેનિંગ્સે 25 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ભારત A માટે માનવ સુથારે સારી બોલિંગ કરી હતી. તેણે 11 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આકાશ દીપે 8 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે અને કાવેરપ્પાને પણ એક-એક વિકેટ મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ