બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast in all districts of Gujarat, Today Heavy rain forecast In Gujarat

ચોમાસું / અતિભારે વરસાદની આગાહી: કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારોને આજે મેઘરાજા ધમરોળશે, જાણો અન્ય કયા જિલ્લામાં ખાબકશે

Priyakant

Last Updated: 08:40 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update News: આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ, ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી

  • ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી
  • મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી 
  • કચ્છ, દ્વરકા, મોરબીમાં વરસાદની સંભાવના

ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. આ તરફ હવે હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, દ્વરકા, મોરબીમાં વરસાદની સંભાવના છે. આ તરફ આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. 

File Photo

તમામ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, દ્વરકા, મોરબીમાં વરસાદની સંભાવના છે. આ સાથે જામનગર, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે. આ તરફ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ગાંધીનગર, પાટણ, મહેસાણામાં વરસાદની સંભાવના છે. 

આ સાથે રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી નીકળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ