બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Rain forecast due to impact of Cyclone Mocha

એલર્ટ / Cyclone 'મોચા' આવી રહ્યું છે! ઓડિશા-બંગાળ સહિત આ રાજ્યોમાં એલર્ટ જાહેર

Malay

Last Updated: 10:14 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Mocha: ચક્રવાતી તોફાન 10 મે સુધીમાં વધુ તીવ્ર બનશે. 10 મેના રોજ મોચા વાવાઝોડું દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, બંગાળની પૂર્વ મધ્ય ખાડી અને આંદામાન સાગરની આસપાસના વિસ્તારોમાં એક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. બંગાળ અને ઓડિશા બંનેમાં આ વાવાઝોડાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 

  • Cyclone Mochaની અસરથી વરસાદ
  • બંગાળ-ઓડિશા સહિત આ રાજ્યોમાં એલર્ટ
  • દિલ્હીમાં ભારે પવન ફૂંકાશે 

ચક્રવાત મોચાની અસર દેશના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે બંગાળ, ઓડિશા અને છત્તીસગઢના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત દેશના ઘણા મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પાસેથી મળેલી તાજી માહિતી અનુસાર, ચક્રવાત મોચા દેશના ક્યાં ભાગોને ક્યાં સુધી પ્રભાવિત કરશે,  તેના વિશે હાલ કંઈ કહી શકાય તેમ નથી. 

Topic | VTV Gujarati

આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના 
IMDના ડીજી મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ધીમે-ધીમે બંગાળની ખાડીના મધ્ય ભાગની તરફ આગળ વધશે અને 10 મે સુધીમાં તે વધુ તીવ્ર બનશે. તેની અસરથી આંધ્ર પ્રદેશ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 

બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 મેના રોજ વાવાઝોડાના ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. 10 મેના રોજ મોચા વાવાઝોડું દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, બંગાળની પૂર્વ મધ્ય ખાડી અને આંદામાન સાગરની આસપાસના વિસ્તારોમાં એક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. જેના કારણે 12 મે સુધી મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે. તો  9થી 11 મે દરમિયાન દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બંગાળ અને ઓડિશા બંનેમાં આ વાવાઝોડાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આવી રહ્યું છે મોચા વાવાઝોડું, આ રોજ્યમાં એલર્ટ જાહેર, NDRFને રાજ્યમાં  ઈમરજન્સી માટે તૈયાર રહેવા આદેશ, માછીમારો માટે એડવાઈઝરી જાહેર / Cyclone Mocha  ...

રાજધાનીમાં આજે ભારે પવન ફૂંકાવાની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 9 મેના રોજ દેશની રાજધાની નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાઈ શકે છે. આ દરમિયાન રાજધાનીમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની વાત કરીએ તો આજે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાઈ શકે છે. જો કે, અહીં આકાશમાં વાદળો જોવા મળે છે.

જાણો કેટલું ખતરનાક હશે ચક્રવાત 'મોચા'! કેવી રીતે પડ્યું નામ, શું છે અર્થ?  જાણો તમામ વિગત | Cyclone Mocha storm formed over bengal heavy rain expected

આ રાજ્યોમાં થશે વરસાદ
હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ધીમે ધીમે તે સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓને આવરી લેશે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. આંતરિક તમિલનાડુ, દક્ષિણ અને તટીય કર્ણાટક, કેરળ અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, મધ્ય ઉત્તર પ્રદેશ, લક્ષદ્વીપ, તેલંગાણા, વિદર્ભ, મરાઠવાડા અને આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ