બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain crisis in Navsari Vasanda taluka continues, heavy damage due to rain water entering people's houses

આકાશી આફત / નવસારીમાં ગંભીર બનતું વરસાદી સંકટ, ઘરોમાં પાણી ઘૂસ્યા, નદીઓ છલકાઈ તોય બંધ થવાનું નામ નથી લેતો મેઘો

ParthB

Last Updated: 09:34 AM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના વાસંદામાં ભારે વરસાદના કારણે ચારેય બાજુ પાણી ભરાઈ ગયા છે. વાંસદાના ઉપસડ ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી જતાં ભારે નુક્સાન થવા પામ્યુ છે.

  • નવસારીના વાંસદામાં ઘરોમાં પાણી ભરવાની શરૂઆત 
  • ભારે વરસાદના કારણે ઉપસડ ગામમાં ઘરોમાં 3 ફૂટ જેટલા પાણી ઘૂસ્યા 
  • વાંસદા તાલુકામાં 24 કલાક દરમિયાન 5 ઇંચથી વધ વરસાદ
  • નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક વધી

નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક વધી

એક જ રાતમાં નવસારીના વાંસદામાં આભ ફાટ્યું છે. વાંસદા તાલુકામાં  છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ આકાશમાંથી ઝીંકાયો છે. જેને લઈને  વાંસદા સહિત તાલુકાના આસ-પાસના ગામોમાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયુ છે. વાત કરીએ નવસારી જિલ્લાના વાસંદ તાલુકાના ઉપસડ ગામની તો ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પણ પડેલા વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. જેને લઈને ઉપસડ ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. 

ઘરોમાં 3 ફૂટ જેટલા પાણી ભરાતા ઘર વખરીને નુકસાન

આમ ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ બની છે. બીજી તરફ નવસારીની નદી કિનારાના ગામડાઓ અને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. જેને લઈને ઘર વખરીને ભારે નુક્સાન થયું છે. બીજી તરફ ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ મોડપર આવી ગયું છે. અને રાહતકાર્ય અને બચાવકાર્યની ટીમને સ્ટેન્ડબાય મોડ રહેવાનો આદેશ જાહેર કરાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Damage Navsari Rain crisis Vasanda water logging નવસારી પાણી ભરાયા વરસાદી આફત વાસંદા Navsari
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ