ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો અને વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. એક બાદ એક રાજકીય દિગ્ગજો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને પીએમ મોદી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવે છે. આજે પણ તેઓ ગુજરાતમાં જ છે. તો આ તરફ કોંગ્રેસ પણ ગુજરાતમાં પ્રભુત્વ બનાવવા પ્રયાસો કરી રહી છે. અનેક કાર્યક્રમો અને અભિયાન ચલાવવામાં આવે છે. જેમાંના એક કાર્યક્રમમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવવાના હતા પરંતુ હાલ તેમનો પ્રયાસ રદ થયો છે.
12જૂને રાહુલ ગાંધી નહિ આવે ગુજરાત
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ ગુજરાતનુ પ્રભુત્વ બનાવામાટે ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજી રહી છે. રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવાના હતા. આગામી 12 જૂને યોજવામાં આવેલ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હવે હાજરી આપી શકશે નહિં. રાહુલ ગાંધીએ ED ના સમન્સને પગલે ગુજરાત પ્રવાસ રદ કર્યો છે.

ADVERTISEMENT
વાસંદામાં આયોજિત કાર્યક્રમમાં આપવાના હતા હાજરી
મહત્વનું છે કે આદિવાસી અધિકાર સત્યાગ્રહના રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વાંસદાના ચારણવાડા ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાહુલ ગાંધી રેલીને સંબોધન પણ કરવાના હતા. પરંતુ તેઓ હાજરી આપી શકશે નહી. વાંસદાના ચારણવાડા ગામે દક્ષિણ ઝોનનો કાર્યક્રમ યોજાવાનો હતો.
ADVERTISEMENT
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ
નેશનલ હેરાલ્ડ (National herald) અખબાર સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હવે 13 જૂને ઈન્ફોર્સમેંટ ડિરોક્ટરેટ (Enforcement Directorate)ની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે તેમણે નવી તારીખની માગ કરી હતી, હાલમાં તેઓ દેશની બહાર છે. અગાઉ EDએ પૂછપરછ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી નેતા રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યું હતું. સોનિયા ગાંધીને ઈડીએ 8 જૂનના રોજ દિલ્હી સ્થિત પોતાની ઓફિસે હાજર થવા માટે કહ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીને બે જૂનના રોજ હાજર થવા માટે કહ્યું હતું, પણ તે થઈ શક્યુ નહીં અને ત્યાર બાદ EDએ ફરી વાર સમન્સ જાહેર કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો