બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / rahul gandhi attacks modi government china latest map ladakh

નિવેદન / રાહુલ ગાંધીએ ફરી ચીન મુદ્દે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર: કહ્યું લદ્દાખમાં આપણી જમીન છીનવાઇ, જવાબ આપે PM મોદી

Dinesh

Last Updated: 10:48 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગઈ નથી તે ખોટું છે. આખું લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન હડપી લીધી છે

  • ચીનને લઈને કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીનું નિવેદન
  • વડાપ્રધાને ચીનના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે: રાહુલ ગાંધી
  • ચીને ભારતની જમીન છીનવી લીધી છે: રાહુલ ગાંધી


કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ચીને થોડા સમય પહેલા એક નકશો જાહેર કર્યો છે. જેમાં અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને તેમનો હિસ્સો જણાવવામાં આવ્યો છે. જેને લઈ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. રાહુલે કહ્યું કે, હું લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું, વડાપ્રધાને ચીનના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે. ચીને ભારતની જમીન છીનવી લીધી છે જે મુદ્દે વડાપ્રધાને બોલવું જોઈએ.

1-2 નહીં, રાહુલ ગાંધી પર ચાલી રહ્યાં છે માનહાનિના 6 અલગ-અલગ કેસ, જાણો  સંપૂર્ણ વિગત | Not 1-2, 6 separate defamation cases going on Rahul Gandhi,  know full details

રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગઈ નથી તે ખોટું છે. આખું લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન હડપી લીધી છે અને નકશાની બાબત તો ગંભીર છે કારણ કે તેમણે જમીન લીધી છે. વડાપ્રધાને આ અંગે કંઈક કહેવું જોઈએ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી થોડા દિવસો માટે લદ્દાખની મુલાકાતે ગયા હતા. ત્યાં તેણણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી મોદી સરકાર પર વારંવાર આક્ષેપ કરી રહ્યા છે કે, ચીને લદ્દાખની જમીન હડપ કરી લીધી છે અને કેન્દ્ર સરકારે કોઈ પગલાં લીધા નથી. રાહુલ ગાંધીએ સીધો પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યા છે, તેમણે પીએમ પર લદ્દાખ મુદ્દે  જૂઠ્ઠું બોલવાનો આરોપ પણ લગાવ્યો છે.

ચીને એક નકશો બહાર પાડ્યો છે
તમને જણાવી દઈએ કે, ચીને હાલમાં જ પોતાનો એક મેપ જાહેર કર્યો હતો, જેમાં ભારતના અક્સાઈ ચીન, અરુણાચલ પ્રદેશને તેનો કાયમી ભાગ ગણાવ્યો છે. આ સિવાય તિબેટને પણ સંપૂર્ણપણે ચીનનો ભાગ ગણાવ્યો હતો. ચીનના આ નકશા પર ભારત સરકાર દ્વારા સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

VTV Gujarati News and Beyond on Twitter: "કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી 23  માર્ચે આવશે ગુજરાત, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કરેલા બદનક્ષીના કેસમાં આવી  શકે ...

વિદેશ મંત્રીનું નિવેદન
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ચીન પર આકરા પ્રહારો કર્યા અને આ નકશાને વાહિયાત ગણાવ્યો છે. જયશંકરે કહ્યું કે, ચીન ભૂતકાળમાં પણ આવા નકશા જારી કરતું રહ્યું છે, જેમાં તે અન્ય દેશોની જમીનને પોતાની કહે છે, આ તેની જૂની આદત છે. પરંતુ આનાથી કંઈપણ બદલાતું નથી, કારણ કે જેઓ ભારતનો ભાગ છે તેઓ હંમેશા રહેશે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમને ખબર છે કે અમારો વિસ્તાર કેટલો છે, તે પણ સાફ છે કે તેની સુરક્ષા માટે અમારે શું કરવાનું છે. માત્ર વાહિયાત દાવા કરવાથી કોઈનો પ્રદેશ નથી થઈ જતો. વિદેશ મંત્રાલયે પણ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ચીનના આવા દાવાઓ માત્ર સરહદ સંબંધિત વિવાદોને જટિલ બનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ