બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Put the top up and Seeing Sajid Khan in BIGG BOSS,one more actress flare up

ગંભીર આરોપ / ટોપ ઉપર કર અને...: BIGG BOSS માં સાજિદ ખાનને જોઈ વધુ એક અભિનેત્રી ભડકી, કર્યો મોટો ખુલાસો

Megha

Last Updated: 12:07 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવામાં હાલ જ 'દિયા ઔર બાતી હમ' સિરિયલની ફેમ એક્ટ્રેસ કનિષ્કા સોનીએ પણ સાજિદ ખાનને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે.'

  • એક્ટ્રેસે સાજિદ ખાનને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે
  • કનિષ્કાએ સાજિદ પર લગાવ્યા ગંભીર આરોપ 
  • 'સાજિદે પેટ જોવાની માંગ કરી હતી'

ટીવીનો બહુચર્ચિત શો બિગ બોસ 16 શરૂ થઈ ગયો છે અને જ્યારથી ફિલ્મમેકર સાજિદ ખાને બિગ બોસ 16માં એન્ટ્રી કરી છેએ સમયથી જ સાજિદ ખાનને શોમાંથી બહાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. MeTooના આરોપોથી ઘેરાયેલા સાજિદ ખાનને બિગ બોસમાં બોલાવવા બદલ ઘણી અભિનેત્રીઓ એમનો વિરોધ કરી રહી છે. એવામાં હાલ જ 'દિયા ઔર બાતી હમ' સિરિયલની ફેમ એક્ટ્રેસ કનિષ્કા સોનીએ પણ સાજિદ ખાનને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે.' 

કનિષ્કાએ સાજિદ પર લગાવ્યા ગંભીર આરોપ 
દિયા ઔર બાતી હમ ફેમ કનિષ્કા સોનીએ હાલ જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો  હતો જેમાં તેને સાજિદ ખાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વીડિયોમાં કનિષ્કા સોની બોલી હતી કે, 'થોડા દિવસ પહેલા મેં મીડિયામાં એક ઈન્ટરવ્યુ આપ્યું હતું જેમાં મેં કહ્યું હતું કે એક ડાયરેક્ટર-પ્રોડ્યુસર છે જેને મને ઘરે બોલાવી હતી અને મને કહ્યું હતું કે તારું પેટ જોવું છે. ત્યારે મેં કહ્યું કે હું કોઈડાયરેક્ટર-પ્રોડ્યુસરનું નામ લેવા નથી માંગતી પણ આજે હું તેનું નામ તમારા સામે રાખવા માંગુ છું.'  

' હાલ મને ખબર પડી છે કે જે વ્યક્તિએ મારી સાથે આવું કર્યું હતું એ ડિરેક્ટર બિગ બોસના ઘરમાં છે. હું પહેલા તેનું નામ નહતી લેવા માંગતી. હું તમને લોકોને જણાવી દઈએ કે તેમનું નામ લેતા પહેલા હું એટલી ડરી ગઈ હતી કે મને ઈન્ડિયા આવતા પણ ડર લાગતો હતો, કારણ કે આ લોકો ઘણા પાવરફૂલ છે. આ લોકો કંઈ પણ કરી શકે છે. મને આજે પણ નામ જણાવતા ડર લાગે છે પણ હવે આજે હું કહીશ કારણ કે લોકોએ જે ફેમ અને પબ્લિસિટી તેને આપી છે એ વ્યક્તિ તેના લાયક નથી અને તેનું નામ છે સાજિદ ખાન. '

'સાજિદે પેટ જોવાની માંગ કરી હતી'
કનિષ્કા સોનીએ આગળ જણાવ્યું હતું કે, 'વર્ષ 2008માં જ્યારે મેં બે રિયાલિટી શો કર્યા ત્યારે હું સાજિદ ખાનને મળી હતી અને ત્યારે હું આટલી કમાણી નહતી કરતી એટલે હું સેલિબ્રિટીઓના ઈન્ટરવ્યુ લેતી હતી અને એક દિવસ મેં સાજીદ ખાનને ઈન્ટરવ્યુ માટે ફોન કર્યો હતો અને તેને મને સાજીદ નડિયાદવાલાની ઓફિસમાં બોલાવી હતી. બાલ્કનીમાં મેં એમનું ઈન્ટરવ્યુ લીધું હતું અને પછી મેં એમને જણાવ્યું હતું કે હું એક્ટિંગમાં મારુ કરિયર બનાવવા માંગુ છું અને એ વિશે જો તમે કોઈ હેલ્પ કરી શકો તો જણાવજો. એ પછી એમને માણે તેના ઘરએ બોલાવી હતી એ સમયે મેં વિચાર્યું કે જો મારે હિરોઈન બનવું હોય તો જોખમ લેવું પડશે અને હું તેના ઘરે ગઈ હતી.' 

'જ્યારે હું સાજિદ ખાન સાથે વાત કરવા ગઈ એ સમયે એમને મને જોઈ અને કહ્યું કે તમે પરફેક્ટ છો. હું એક ફિલ્મ બનાવી રહ્યો છું અને તેમાં હું દીપિકા પાદુકોણને કાસ્ટ કરી રહ્યો છું. તારું ફિગર સારું છે અને તું મેન લીડ મટિરિયલ છો પણ મારે તારું પેટ જોવું છે પણ ચિંતા ન કરતી હું તને ટચ પણ નહીં કરું. ત્યારે મેં એમને કહ્યું કે હું મારુ પેટ નહીં બતાવી શકું તો એમને માને કહ્યું કે તો હું તને મારી ફિલ્મમાં નહીં લઈ શકું.' 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ