બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Punjab's Resurrection Possible...": Navjot Sidhu To Meet Bhagwant Mann

રાજકારણ / પંજાબની રાજનીતિમાં નવા જુનીના એંધાણ ! નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું-આવતીકાલે CM માનને મળીશ

Hiralal

Last Updated: 06:57 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ એવું જણાવ્યું છે કે તેઓ આવતીકાલે સીએમ ભગવંત માનને મળવાના છે.

  • પૂર્વ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષનું નિવેદન
  • આવતીકાલે મુખ્યમંત્રી ભગવંત માનને મળીશ
  • સિદ્ધુ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી સંભાવના
  • પંજાબ ચૂંટણીમાં કારમી હાર બાદ સોનિયા ગાંધીએ લઈ લીધું હતું રાજીનામું 

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી સંભાવના છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ સોનિયા ગાંધીએ પ્રદેશાધ્યક્ષ પદેથી તેમનું રાજીનામું લઈ લીધું હતું ત્યારથી તેઓ કોંગ્રેસમા હાંસિયા ધકેલાઈ ગયા હતા અને તેથી તેમણે હવે નવી રાજકીય જમીન શોધવાની તૈયારી કરી છે. આ ક્રમમાં હવે સિદ્ધુએ એવી જાહેરાત કરી છે કે આવતીકાલે (સોમવારે) તેઓ પંજાબના સીએમ ભગવંત માનને મળવાના છે.

સૌના સાથ અને સહકારથી જ પંજાબની કાયાપલટ થશે-સિદ્ધુ  

સિદ્ધુએ કહ્યું કે સોમવારે તેઓ સીએમ ભગવંત માનને મળવાના છે.રાજ્યના આર્થિક પુનરોદ્ધારની ચર્ચા કરવા માટે તેઓ સીએમને મળશે. તેમણે કહ્યું કે સૌના સાથ અને સહકારથી જ પંજાબની કાયાપલટ થશે. 

સિદ્ધુની સીએમ માન સાથેની મુલાકાતને રાજનીતિ સાથે જોડવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધુની સીએમ માન સાથેની આવતીકાલની મુલાકાતને રાજનીતિ સાથે જોડીને જોવામાં આવી રહી છે. સિદ્ધુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું જણાવાઈ રહ્યું છે એટલે કે પક્ષપલટો કરે તેવી શક્યતા છે.

સિદ્ધુ અનેકવાર સીએમ માન પર કરી ચૂક્યા છે પ્રહાર
ઉલ્લેખનીય છે કે સિદ્ધુ ભૂતકાળમાં સીએમ માન પર અનેક વાર પ્રહાર કરી ચૂક્યા છે. હવે તેમણે માન સાથેની મુલાકાત જાહેર કરીને રાજનીતિમાં નવી ચર્ચા જગાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ