બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / punja vansh has written letter to realease fisherman from pakistani jail

રજૂઆત / પાકિસ્તાનની જેલમાં ગુજરાતનાં માછીમારનું મોત, મૃતદેહ પરત લાવવા કોંગ્રેસે CM ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત

Khyati

Last Updated: 12:46 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ ભૂપેન્દ્ર પટેલને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવા માટે કોંગ્રેસના ધારાસભ્યએ લખ્યો પત્ર

  • કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશે CMને લખ્યો પત્ર
  • પાક.જેલમાં બંધ માછીમારોને લઇને રજૂઆત
  • મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ પરત લાવવા  રજૂઆત

ઉના વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોને પરત લાવવા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ઉનાના ગરાળ ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયું છે.  તેઓના મૃતદેહને પરત લાવવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પણ પાકિસ્તાન જેલમાં બંધ તમામ માછીમારોને સરકાર દ્વારા વિદેશ મંત્રાલય સાથે વાત કરીને વ્યવસ્થા કરવા રજૂઆત કરી. 

400 થી વધુ ભાઈઓ પાકિસ્તાનની જેલમાં બંધ

આ અંગે વધુમાં તેઓએ જણાવ્યું કે ખલાસીઓ દરિયામાં જાય છે અને તેઓને પાકિસ્તાની સિક્યુરિટી દ્વારા બંદૂકના નાળચે પકડી લેવામાં આવે છે. ભારત સરકારના સમયાંતરે પ્રયાસ કરવામાં આવે છે પરંતુ માછીમાર ભાઇએ પરત નથી આવતા. 400થી વધુ ભાઇઓ પાકિસ્તાન જેલમાં બંધ છે. તેઓએ જણાવ્યુ કે મારી વિધાનસભાના કાળુભાઇ શિયાળ માછીમારી કરવા ગયા હતા,પાકિસ્તાની જેલમાં તેઓનું અવસાન થયુ છે. તેમનો મૃતદેહ પરિવારને મળે તે માટે સીએમને પત્ર લખ્યો છે. 

પાકિસ્તાન જેલમાં 20 માછીમારો બીમાર 

 પાકિસ્તાન જેલમાં 20થી વધુ માછીમારો બીમાર હાલતમાં છે. તમામ બંધકોને સીએમ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીને છોડાવ. માછીમારોને મુક્ત કરવામાં આવે તેવી અમારી માંગ છે. પરંતુ સરકાર જાહેરાત અને આશ્વાસન માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે.  ત્યારે હવે જોવુ એ રહેશે કે સરકાર દ્વારા પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવા માટે કેવા પગલા લેવાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ