બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / Prime Minister Narendra Modi's entry of 26 km long road show Bajrangbali in Bengaluru, people raised slogans of 'Jai Shri Ram'

નમો With બજરંગબલી / PM મોદીના રોડ શોમાં 'બજરંગબલી'ની એન્ટ્રી, લોકોએ લગાવ્યા 'જય શ્રી રામ'ના નારા

Pravin Joshi

Last Updated: 01:45 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદી બેંગલુરુમાં 26 કિલોમીટર લાંબો રોડ શો કરી રહ્યા છે.આ રોડ શો 8 વિધાનસભા મતવિસ્તારને આવરી લેશે. આ પહેલા પણ પીએમ મોદી રાજ્યમાં ઘણી રેલીઓ અને જનસભાઓ કરી ચૂક્યા છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બેંગલુરૂમાં મેગા રોડ શો
  • રોડ શો દરમિયાન PM 26 કિલોમીટરનું અંતર કાપશે 
  • રોડ શોમાં એક વ્યક્તિ બજરંગ બલીના વેશમાં દેખાયો 

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં મેગા રોડ શો કરી રહ્યા છે. રોડ શો દરમિયાન પીએમ 26 કિલોમીટરનું અંતર કાપશે અને આ રોડ શો 8 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. રોડ શો દરમિયાન એક વ્યક્તિ બજરંગ બલીના વેશમાં દેખાયો હતો.

 

બીજી તરફ રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મોદી-મોદીના નારા લગાવી વડાપ્રધાનનું ફૂલહાર કરી સ્વાગત કરી રહ્યા હતા. કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે અને ભાજપે આ મુદ્દાને હાથમાં લીધો છે. આ મુદ્દાને બજરંગબલી સાથે જોડીને પીએમ મોદીએ ખુદ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

બે જાહેરસભાને પણ સંબોધશે

આ રોડ શો બાદ વડાપ્રધાન બે જાહેરસભાઓને સંબોધશે. પ્રથમ જાહેર સભા બદામી ખાતે બપોરે 3 કલાકે અને બીજી જાહેર સભા હાવેરી ખાતે સાંજે 5 કલાકે યોજાશે. આજે રાત્રે પણ પીએમ મોદી બેંગલુરુ રાજભવનમાં જ રહેશે. રવિવારે તેઓ બેંગલુરુમાં ફરીથી રોડ શો કરશે. સવારે 10 વાગ્યે શરૂ થયેલો રોડ શો 10 કિલોમીટર લાંબો હશે અને જૂના એરપોર્ટ રોડથી શરૂ થયો હતો. આ પછી તેઓ બે જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી બપોરે 2.15 વાગ્યે શિવમોગા ગ્રામીણમાં પ્રથમ જાહેર સભા અને સાંજે 5.45 વાગ્યે નંજનગુડુમાં બીજી જાહેર સભા કરશે. આ પછી સાંજે 6 વાગ્યે તેઓ નંજનગુડુ શ્રી શ્રીકાંતેશ્વરા સ્વામી મંદિરની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે.

પીએમ મોદીની સૂચના

બીજેપીના જણાવ્યા અનુસાર બેંગલુરુના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં રાખીને પીએમ મોદીનો રોડ શો બે ભાગમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NEETની પરીક્ષા પણ 7મી મેના રોજ યોજાવાની છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ સ્પષ્ટ સૂચના આપી છે કે રોડ શોના કારણે પરીક્ષા માટે બહાર જતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

પીએમએ કેરળની વાર્તાનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રાજ્ય કર્ણાટકના ત્રણ દિવસીય પ્રવાસે છે. પીએમ મોદીએ એક દિવસ પહેલા જ બેલ્લારીમાં ચૂંટણી રેલી દરમિયાન ફિલ્મ ધ કેરળ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો હતો અને વિપક્ષ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. પીએમએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ ફિલ્મ કેરળમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરે છે.

10 મેના રોજ મતદાન થવાનું છે

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. 10મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટેનો ચૂંટણી પ્રચાર 8મી મેના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવવાના છે. કર્ણાટક ચૂંટણી માટે પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ