બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Prime Minister Narendra Modi will visit Gujarat today

વતનમાં વડાપ્રધાન / આજે ગુજરાત આવશે PM મોદી, આ 4 કાર્યક્રમમાં આપશે હાજરી, જુઓ સંપૂર્ણ શિડ્યુઅલ

Vishal Khamar

Last Updated: 07:34 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજર રહેશે. ત્યારે બાદ તેઓ તરભ ખાતે જશે. તેમજ નવસારી ખાતે વિવિધ વિકાસનાં પ્રોજેક્ટોનો શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે.

આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. જ્યાં વડાપ્રધાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. મળતી માહિતી પ્રમાણે આજે વડાપ્રધાન સવારે 10:45 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજર રહેશે. બપોરે 12:45 વાગ્યે વાળીનાથ મહાદેવ મંદિર તરભ ખાતે દર્શન કરશે. બપોરે 1:00 વાગ્યે તરભમાં મંદિરનો શિલાન્યાસ, ઉદઘાટન, રાષ્ટ્રને અર્પણ વિવિધ પ્રોજેક્ટ અને સાર્વજનિક કાર્યમાં હાજરી આપશે. બપોર પછી 4:15 વાગ્યે નવસારીમાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદઘાટન, રાષ્ટ્રને અર્પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. અને સાંજે 6:15 વાગ્યે કાકરાપારના એટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે. જેમાં તરભ ખાતેના કાર્યક્રમ ને લઈને તમામ તૈયારી કરી દેવાઈ છે. તો પીએમ ના આગમન માટે સભા સ્થળ પાસે હેલિપેડ ગ્રાઉન્ડ બનાવાયું છે. જ્યાંથી પીએમ મંદિર જશે દર્શન કરશે અને બાદમાં સભા સ્થળે જશે.

ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે આવતી કાલે ૫૦ વર્ષ પૂર્ણ થતા એક વિશાળ સહકાર સંમેલનનું આયોજન અમુલ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત યોજાયું છે. આ સંમેલન અમદાવાદ મોટેરા ખાતે આવેલા સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવામાં છે. જેમાં આજે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી યોજશે. તેને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેમજ આજે પ્રધાનમંત્રી મોદી અમૂલના 5 નવા પ્રોજેક્ટ શુભારંભ કરવાશે.

મહેસાણા જીલ્લાનાં તરભ ખાતે નિર્માણ થયેલ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તેમજ  તરભ ખાતે ભૂમિ પૂજન તેમજ વાળીનાથ મંદિરનું લોકાર્પણ કરશે. 
 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના વાસી ગામે બનનારા PM મિત્રા પાર્કના ખાતમૂર્હુત કાર્યક્રમમાં આવી રહ્યા છે. ત્યારે PMને આવકારવા માટે ભાજપની 1 હજાર 200થી મહિલાઓએ વિશેષ આયોજન કર્યુ છે. 500 વર્ષના સંઘર્ષ બાદ ગત જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાને ભવ્ય મંદિરમાં સ્થાપિત કર્યા છે. ત્યારે અયોધ્યામાં રામજીને બેસાડ્યા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી આવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા તેમને આવકારવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હેલિપેડ ગ્રાઉન્ડથી કાર્યક્રમ સુધી 1 હજાર મહિલાઓ એક સરખી સાડી ધારણ કરી PM મોદીનુ સ્વાગત કરશે. આ સાથે પ્રધાનમંત્રીના કાફલાની આગળ 250 મહિલાઓ રામ નામના જયકારા, નારા તેમજ રામના ભજનો ગાઈને કાર્યક્રમ સ્થળ સુધી દોરી લાવશે. ત્યારબાદ કાર્યક્રમ સ્થળના ડોમમાં પણ 100 મહિલાઓ પ્રધાનમંત્રીના કાફલા આગળ-આગળ વધશે અને મંચ સુધી પહોંચશે.

ઓખા - બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજને લોકોને અર્પણ કરવા માટે આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેવભૂમિ દ્વારકા ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે PMના આગમનને લઈ દ્વારકા મંદિરમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના આગમન પહેલા દ્વારકા નગરીને રોશનીથી શણગારવામાં આવી છે. આ સાથે દ્વારકામાં PMના પ્રવાસને લઈને NDH ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ગ્રાઉન્ડમાં  25 હજારથી વધુ લોકો બેસી શકે તેવી ક્ષમતા વાળો ડોમ તૈયાર થઈ રહ્યો છે. આ ઉપરાંત સુરક્ષાના ભાગ રૂપે દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તાર તારીખ 24 થી 25 સુધી નો ફલાયાઈંગ ઝોન જાહેર કરાયો છે.

વડાપ્રધાન મોદી 25 નાં રોજ ફરી ગુજરાત આવશે. આ દરમ્યાન વડાપ્રધાન રાજકોટવાસીઓને મોટી ભેટ આપશે. જેમા રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશે.  હવે સૌરાષ્ટ્રવાસીઓને સર્જરી માટે બહાર જવું નહી પડે.   આગામી તા. 25 સમયમાં જ રાજકોટ એઈમ્સમાં સેવા શરૂ કરાશે. રાજકોટ AIIMSમાં થોડાક જ દિવસમાં IPDની સેવા શરૂ થશે. 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર સાથે I.P.D શરૂ કરાશે. સૌરાષ્ટ્ર સહિત કચ્છના લોકોને ફાયદો મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ