બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Prime Minister Modi will respond to the no-confidence motion in the Lok Sabha today

વાર-પલટવાર / ભારે ઘમાસાણ વચ્ચે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે PM મોદી આપશે જવાબ, આખા દેશની નજર મંડાયેલી

Vishal Khamar

Last Updated: 07:36 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ પક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ બાજી કરવામાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને જવાબ આપશે.

  • PM નરેન્દ્ર મોદી આજે લોકસભામાં બોલશે
  • અવિશ્વાસ પ્રસ્તાવને લઈ આપશે જવાબ
  • વિપક્ષે કેન્દ્ર સરકાને લઈ કર્યો છે અવિશ્વાસ પ્રસ્તાવ

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા કરવામાં આવી રહી છે. અવિશ્વાસ ઉપર ચાલી રહેલી આ ચર્ચામાં આજે પ્રધાનમંત્રી ભાગ લેશે તેમજ અવિશ્વાસ પ્રસ્તાવને વિપક્ષને જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસા સત્ર અંતર્ગત લોકસભામાં ગઈકાલે પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષે અનેક મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ત્યાર બાદ સરકાર સામે અવિશ્વાસ પ્રગટ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને લોકસભા પક્ષ અને વિપક્ષ સામ સામે જોવા મળી રહ્યા છે. આ મામલે ચાલુ કરવામાં આવેલી આ ચર્ચામાં આજે પ્રધાનમંત્રી આ પ્રસ્તાવને લઈને વિપક્ષને જવાબ આપશે. 

કોંગ્રેસ નેતાએ અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો હતો
કોંગ્રેસના નેતા અબ્દુલ ખાલીકે ગતરોજ લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણ પર વળતો પ્રહાર કરતા કહ્યું, "જ્યારે તમે સત્તામાં હોવ ત્યારે તમે ભૂતકાળની યાદી બનાવી શકતા નથી અને લોકોને ગેરમાર્ગે દોરી શકતા નથી. તમે મણિપુરની સ્થિતિ સમજાવી શકતા નથી. તમે તેને નિયંત્રિત કરો છો?"

લોકસભામાં અમિત શાહના ભાષણ અંગે બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ શું કહ્યું?
લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અવિશ્વાસ પ્રસ્તાવના ભાષણ પર ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું, "વિપક્ષને સવાલ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી." ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં તેનો પર્દાફાશ કર્યો હતો. દેશની જનતા તેને જોઈ રહી છે.

પીએમ મોદી આજે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે
લોકસભામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગૃહમાં હાજર રહેશે.

અમિત શાહના નિવેદન પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી
અમિત શાહે તેમના ભાષણ દરમિયાન મણિપુરના વાયરલ વીડિયોના સમયનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, "તે એકદમ શરમજનક છે કે ગૃહમંત્રી મણિપુરના ભયાનક વીડિયો સામે આવવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. મને ખબર ન હતી. તેઓ માત્ર ભારતના ગૃહમંત્રી તરીકે પોતાની અક્ષમતા સ્વીકારી રહ્યા છે. મણિપુરના મુખ્ય પ્રધાનની બિનકાર્યક્ષમતા પણ અજાણતા સ્વીકારે છે."

અમિત શાહનો વિરોધ પક્ષોના ગઠબંધન પર પ્રહાર
વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનના નામ અંગે અમિત શાહે કહ્યું કે, "યુપીએ ના નામે 12 લાખના ગોટાળા થયા છે. આવી સ્થિતિમાં તે જ નામથી બજારમાં કેવી રીતે જશે. તેથી જ હવે તે લોકો સામે નામ બદલવાનું કામ કરી રહ્યા છીએ." તેમણે લોકસભામાં યુપીએ દ્વારા કરવામાં આવેલા કૌભાંડોની યાદી આપી હતી." અમિત શાહે કહ્યું, "તેમણે એટલા બધા કૌભાંડો કર્યા કે તેમની પાસે નામ બદલવા સિવાય બીજું કંઈ જ નહોતું."

સુપ્રિયા સુલેના 'સરકારને તોડવા'ના આરોપ પર અમિત શાહનો પલટવાર
એનસીપી નેતા સુપ્રિયા સુલેના ભાજપ પર રાજ્ય સરકારો પથરાવવાના આરોપ પર અમિત શાહે વળતો પ્રહાર કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકારને તોડી પાડવાનું કામ જો કોઈએ પહેલા કર્યું હોય તો તે NCPના વડા શરદ પવાર છે.

આજે મણિપુર બચ્યું જ નથીઃ રાહુલ ગાંધી
મણિપુરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર હિન્દુસ્તાન નથી. મેં મણિપુર શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ આજનું સત્ય એ છે મણિપુર બચ્યું નથી, મણિપુરને તમે બે ભાગમાં વહેચી નાખ્યું છે. મણિપુરને તમે તોડી નાખ્યું છે. હું મણિપુરના રિલીફ કેમ્પમાં ગયો હતો. જ્યાં મેં મહિલાઓ અને બાળકો સાથે વાત કરી હતી, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કરી નથી.

મહિલાએ મને જે જણાવ્યું તે સાંભળીને હું ધ્રુજી ગયોઃ રાહુલ ગાંધી
વાયનાડના સાંસદ રાહુલ ગાંધી કહ્યું કે, મણિપુર રિલીફ કેમ્પમાં એક મહિલાને મેં જ્યારે પૂછ્યું કે તમારી શું થયું તો જવાબમાં મહિલાએ કહ્યું કે મારો એકને એક જ દિકરો હતો, જેને મારી આંખોની સામે ગોળી મારી દીધી, હું આખી રાત તેના મૃતદેહ સાથે સૂતી રહી અને પછી મને બીક લાગી. મેં મારું ઘર છોડી દીધું. હું બધું છોડીને નીકળી ગઈ.

પીએમ મોદી બે લોકોનું જ સાંભળે છેઃ રાહુલ ગાંધી
તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ભારતનો અવાજ નથી સાંભળતા તેઓ બે લોકોનો અવાજ સાંભળે છે. રાવણ બે લોકોની વાત સાંભળતો હતો. મેઘનાદ અને કુંભકર્ણ. એવી જ રીતે નરેન્દ્ર મોદી બે લોકોનું સાંભળે છે. અમિત શાહ અને અદાણી. હનુમાને લંકા ન હોતી સળગાવી, લંકાને તો રાવણના અહંકારે સળગાવી હતી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો.

રાહુલ ગાંધીએ ભાષણ બાદ કર્યું અભદ્ર વર્તન
લોકસભામાં બોલતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારા પહેલા જેમને અહીં બોલવાની તક મળી, તેમણે ગતરોજ અસભ્યતાનો પરિચય આપ્યો છે. તેમણે (રાહુલ ગાંધી) પોતાનું ભાષણ પૂરું કર્યા પછી અભદ્ર વર્તન કર્યું. તેઓએ તે સંસદમાં ફ્લાઈંગ કિસ કરી, જે સંસદમાં મહિલાઓ પણ બેઠી છે. આવું વર્તન માત્ર એક સ્ત્રી દ્વેષી (Misogynist Man) વ્યક્તિ જ કરી શકે છે. સ્મૃતિ ઈરાની ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં ફ્લાઇંગ કિસ આપીને ગયા, તેમણે લોકસભામાં અભદ્ર લક્ષણના દર્શન આપ્યા છે. આ એમના ખાનદાનના લક્ષણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ