બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / prevent alzheimer disease naturally physical activity sleep

Preventing Alzheimer / શું તમને પણ છે વારંવાર ભૂલવાની આદત? જો-જો ક્યાંક તમને પણ નથી ને આ બીમારી, બચવાના આ છે 5 ઉપાય

Bijal Vyas

Last Updated: 02:53 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરુઆતમાં યાદશક્તિની કમી જેવી સમસ્યા લાગે છે પરંતુ આ વધતા વધતા આ લેવલ સુધી જતી રહે છે કે તમારે લોકો સાથે વાત કરવા કે મળવામાં પણ અસુવિધા કે અણગમો થવા લાગે છે

  • હેલ્ધી ડાયટ લો અને પૂરતી કસરત કરો
  • બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરો.
  • આખા દિવસમાં ઓછામાં ઓછી 8 થી 9 કલાકની ઊંઘ લો

Preventing Alzheimer:અલ્ઝાઇમર બ્રેન સાથે જોડાયેલી એક બીમારી છે, જે બ્રેનના તે ભાગને પ્રભાવિત કરે છે, જે આપણા વિચાર, યાદ રાખવા તથા બોલવામાં મદદ કરે છે. શરુઆતી લેવલ પર આ યાદશક્તિની કમી જેવી સમસ્યા લાગે છે પરંતુ આ વધતા વધતા આ લેવલ સુધી જતી રહે છે કે તમારે લોકો સાથે વાત કરવા કે મળવામાં પણ અસુવિધા કે અણગમો થવા લાગે છે. લોકોને લાગે છે કે ઉંમર વધવાની સાથે આ બીમારી કોઇને પણ થઇ શકે છે, જ્યારે ઘણી વાર તેના લક્ષણ શરુઆતની ઉંમરમાં જ શરુ થવા લાગે છે અને દેખરેખના અભાવે તેના લક્ષણ ઝડપથી વધવા લાગે છે. રિસર્ચ મુજબ, જો આ લોકો અમુક હેલ્દી બિહેવિયર અપનાવે તો તેમના લક્ષણને વધવાથી રોકી શકાય છે. 

1. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરો
જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો, તો તમે ઝડપથી વસ્તુઓ ભૂલી જવા લાગ્યા છો, તો પછી તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરો.

World Alzheimer's Day 2022: ખૂબ જ સામાન્ય હોય છે અલ્ઝાઈમરના શરૂઆતના લક્ષણો,  આ રીતે કરો ઓળખ | world alzheimers day 2022 common early signs and symptoms  of alzheimer

2. બ્લડ સુગર કંટ્રોલ કરો
મગજની આ બીમારીનું કનેક્શન સુગર સાથે પણ જોડાયેલું છે. એટલા માટે વધુ સારું રહેશે કે તમે શક્ય હોય ત્યાં સુધી તમારી બ્લડ સુગરને કંટ્રોલમાં રાખો.

3. વજનને કંટ્રોલ કરો
આવા રોગોથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી તમારું વજન ઓછું કરો. આ માટે હેલ્ધી ડાયટ લો અને પૂરતી કસરત કરો વગેરે.

4. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો
કેન્સર અને હૃદય સંબંધિત રોગોની જેમ, મગજને લગતા રોગોને દૂર રાખવા માટે ધૂમ્રપાન અને દારૂના સેવનથી દૂર રહો. ધૂમ્રપાન તમારા મગજના જ્ઞાનતંતુઓને નબળા બનાવવાનું કામ કરે છે.

વધારે પડતી ઉંઘથી તમારી યાદશક્તિ ઘટવાની સાથે થઇ શકે છે આ ગંભીર બિમારીઓ | do  not sleep much that affect your brain

5. પૂરતી ઊંઘ જરુરી
જો તમે રોજેરોજ સારી ઊંઘ ન લઈ શકો તો તેનાથી અલ્ઝાઈમરની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે વધુ સારું રહેશે કે તમે આખા દિવસમાં ઓછામાં ઓછી 8 થી 9 કલાકની ઊંઘ લો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ