બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Prajnesh Patel violated bail conditions in the gang rape case

સામૂહિક દુષ્કર્મ કેસ / આરોપી પ્રજ્ઞેશ પટેલના શરતી જામીનનું 'તથ્ય' શું? દુષ્કર્મ કેસના વકીલ લડી લેવાના મૂડમાં, હાઈકોર્ટમાં પિટિશન કરશે ફાઈલ

Kishor

Last Updated: 12:36 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી પ્રજ્ઞેશ પટેલ સામે દુષ્કર્મ કેસના વકીલ પુનિતા જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે હવે અમે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરીશું.

  • ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી પ્રજ્ઞેશ પટેલ
  • પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીમાં થશે વધારો
  • દુષ્કર્મ કેસના વકીલ પુનિતા જોશીએ આપ્યુ નિવેદન

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં મળેલા જામીનની શરતોનો  ભંગ થયો છે. જેને પગલે હવે દુષ્કર્મ કેસના વકીલ પુનિતા જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે હવે અમે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરીશું. જામીનની શરતોનો ભંગ થયાનું હાઈકોર્ટ સમક્ષ રજૂ કરીશું. તેમ વકીલે જણાવ્યું હતું. વધુમાં શરતી જામીનનો દુરુપયોગ  ન કરવાની પણ એક શરત હતી. તેવો પણ વકીલે ઉલ્લેખ કર્યો હતો.

તથ્ય પટેલ કેસ: લોકોની 'શાંતિ' છીનવનારના 'હરે શાંતિ' બંગલો પર ફરી વળશે  બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો | Bulldozer will be turned over  Pragnesh Patel's house in ...

નવેમ્બર 2020માં શું બની હતી ઘટના?
રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. આ તમામ યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 

યુવતીને નોકરી અપાવવાનો આપ્યો હતો વાયદો
અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, લોકડાઉનમાં નોકરી હાથ ધોઈ બેઠેલી રાજકોટની 23 વર્ષીય યુવતી કામની શોધખોળ કરી રહી હતી. ત્યારે તેનો સંપર્ક સોશિયલ મીડિયામાં અમદાવાદના માલદેવ ભરવાડ સાથે થયો હતો. તેણે યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનો વાયદો આપ્યો હતો. 

રેડિસન બ્લુ હોટલમાં આચર્યું હતું દુષ્કર્મ
જે બાદ તેને મિટિંગનું કહીને અમદાવાદની રેડિસન બ્લુ હોટલમાં બોલાવી હતી. અહીં  પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા અને જીતેન્દ્ર ગોસ્વામી પણ હાજર હતા. હોટલના રૂમમાં કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ આપીને યુવતીને બેભાન કરીને તેની સાથે વારા ફરતી વારા ત્રણેયે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો-વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરતા હતા. જૈમિન પટેલ અને નીલમ પટેલ નામના યુવકોએ પણ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ 5 નરાધમોએ યુવતીને બ્લેકમેઇલ કરીને અમદાવાદ, આબુ, માંડવી, તેમજ ગાંધીધામ સહિત લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પીડિતાએ હિંમત કરીને અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ