બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prajnachakshu of Sabarkantha passed the senior clerk exam

સાબરકાંઠા / આંખોની રોશની ગુમાવનાર યુવકે પાસ કરી સિનિયર ક્લાર્કની પરીક્ષા, યુટ્યુબ ક્લિપના આધારે કરતાં હતા તૈયારી, જીવનસંઘર્ષ જાણી કરશો સલામ

Dinesh

Last Updated: 06:58 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના વસાઈ ગામના મયુરભાઈ ચૌધરી જન્મથી આંખોની રોશની ગુમાવી દીધી હતી. જેમણે યુટ્યુબમાંથી ઓડિયો ક્લિપના સહારે ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળમાં પ્રજ્ઞાચક્ષુની કેટેગરીમાં સિનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી છે

  • અડગ મનના માનવીને નથી નડતો હિમાલય
  • પ્રજ્ઞાચક્ષુએ સિનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી
  • મયુરભાઈ અન્ય માટે બન્યા પ્રેરણા


અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવત સાબરકાંઠાના વસાઈ ગામના મયુરભાઈ ચૌધરીએ સાચી સાબિત કરી છે.મયુરભાઈએ જન્મથી આંખોની રોશની ગુમાવી દીધી હતી. જેમણે બંને આંખોની રોશની ગુમાવી દીધા બાદ પણ નિડરતાપૂર્વક યુટ્યુબની ઓડિયો ક્લિપના સહારે ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળમાં પ્રજ્ઞાચક્ષુની કેટેગરીમાં સિનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી હાલ શહેરા પાણી પુરવઠાની કચેરીમાં ફરજ બજાવી રહ્યો છે. 

મયુરભાઈ

ડિજિટલ યુગનો સદ્ઉપયોગ
સામાન્ય રીતે આજના ડિજિટલ યુગમાં આંખની દ્રષ્ટિ અત્યંત જરૂરી છે જોકે, દિવ્યાંગ બાળકના જન્મ સાથે પરિવાર માટે ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે ત્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેવી યુક્તિ સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામના જગદીશભાઈ ચૌધરી થકી સાચી સાબિત થઈ છે જગદીશભાઈના પુત્ર મયુરભાઈ જન્મથી આંખથી દિવ્યાંગ હોવા છતાં તેમણે સિનિયર ક્લાર્કની ભરતીમા સીધી પસંદગી પામ્યા છે જે સમગ્ર વિસ્તાર સહિત પરિવાર માટે ગૌરવ રૂપ બાબત બની રહી છે.

મયુરભાઈનો પરિવાર

સર્વ ગુણ સંપન્ન એટલે મયુરભાઈ
કોઈપણ મા બાપ સર્વ ગુણ સંપન્ન બાળકની અપેક્ષા રાખતું હોય છે જોકે, ક્યારેક કુદરતની કરામત કે સામાન્ય તકલીફના પગલે બાળક દિવ્યાંગ જન્મતું હોય છે પરંતુ તેની માનસિક ક્ષમતા ખૂબ મોટી બની રહેતી હોય છે ત્યારે સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામે જગદીશભાઈ ચૌધરીના પુત્ર મયુર જન્મથી દિવ્યાંગ હોવા છતાં માનસિક બુદ્ધિ ક્ષમતા સહિત વિવિધ ડિજિટલ સંસાધનોના પગલે ધોરણ 10 અને 12 પાસ કરી કોલેજના અભ્યાસ બાદ શ્રેષ્ઠતમ પ્રયત્નના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગ હોવા છતાં સિનિયર ક્લાર્કની નોકરીમાં પસંદગી પામ્યા છે. આ સમય તેમના પિતા જગદીશભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, શરૂઆતના તબક્કે કેટલીક બાબતોમાં તકલીફો જણાઈ જોકે મયુરની માનસિક બુદ્ધિ ક્ષમતા અદમ્ય હોવાના પગલે આજે સમગ્ર વિસ્તાર સહિત પરિવારજનો માટે પણ ખુશીનો માહોલ છવાયો છે.

યુવા પેઢી માટે આદર્શરૂપ
21 મી સદીને ડિજિટલ યુગ સાથે સરખાવવામાં આવી રહી છે ત્યારે જો ડિજિટલ યુગનો માનવ વિકાસ અર્થે ઉપયોગ કરે તો કેવા પરિણામો મળી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે સાબરકાંઠાના મયુરભાઈ ચૌધરી પૂરું પાડી રહ્યા છે જન્મથી દિવ્યાંગ હોવા છતાં તેમને ડિજિટલ માધ્યમ થકી અભ્યાસની શરૂઆત કરી અને બિનપ્રતિદિન પ્રગતિનો માર્ગ ટકાવી રાખ્યો જેના પગલે સમગ્ર ગુજરાતમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં તેઓ સીધી પસંદગી પામ્યા છે તેમજ હાલમાં પંચમહાલ ખાતે સિનિયર ક્લાર્ક ની ભૂમિકા ભજવી રહ્યા છે. જોકે તેમના મતે આજની તારીખે પણ મન હોય તો માળવે જવાયની યુક્તિ ચરિતાર્થ કરતા જોવા મળી રહ્યા છે મયુરભાઈ ચૌધરી બાળપણથી જ વિવિધ રમતો સહિત આજની તારીખે પણ નોકરીના સ્થળ સુધી જવા આવવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે સાથો સાથ ચેસની રમતમાં સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ પાવરધા ધરાવે છે જોકે બ્રેઇન લિપિ થકી તેમનું લખાણ અને વંચાણ પણ એટલું જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે ત્યારે મયુરભાઈ સમગ્ર યુવા પેઢી માટે સ્થાનિક વિસ્તારમાં આદર્શરૂપ બની રહ્યા છે.


જોકે એક તરફ સામાન્ય બાબતોમાં કેટલાય લોકો પોતાની આશા અપેક્ષા અને પ્રયાસ છોડી દીધા હોય છે ત્યારે સાબરકાંઠાના ઇડરના મયુરભાઈએ દિવ્યાંગ હોવા છતાં સરકારી નોકરી મેળવી આજે સમગ્ર યુવા વર્ગ માટે રોડ મોડલ બની રહ્યા છે ત્યારે પ્રયત્નવાદ હંમેશા સર્જનાત્મક શક્તિમાં વધારો કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ મયુરભાઈ બની રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ