બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Police teamed up with the Corporation team to remove illegal encroachments

અમદાવાદ / ઓપરેશન ક્લીનઅપઃ પોલીસે કોર્પોરેશનની ટીમ સાથે મળીને ગેરકાયદે દબાણો દૂર કર્યાં

Kishor

Last Updated: 11:04 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પોલીસ તેમજ મ્યુનિસિલ કોર્પોરેશનનાં દબાણ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે દબાણ કરીને ધંધો કરતા તત્વો પર તવાઈ બોલાવી હતી.

  • અમદાવાદમાં તંત્રએ બોલાવ્યો ગેરકાયદે બાંધકામનો કડુસલો
  • કારંજ પોલીસ સ્ટેશનમાં ૫૦થી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો
  •  ત્રણ દિવસના અભિયાનનો આજે છેલ્લો દિવસ

અમદાવાદની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. જેને દૂર કરવા માટે અવાનવાર તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે પરંતુ જોઇએ તેવું પરિણામ મળી શકતું નથી. ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે જેને નિવારવા માટે તંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ટ્રાફિકના મામલે થોડા સમય પહેલાં હાઇકોર્ટ પણ નારાજ થઇ હતી. જેને લઇને તંત્ર એક્શન મોડ પર આવી ગયું હતું. શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને દબાણ કરીને ધંધો કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. શહેર પોલીસ તેમજ મ્યુનિસિલ કોર્પોરેશનનાં દબાણ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે દબાણ કરીને ધંધો કરતા લોકો પર તવાઇ બોલાવી દીધી છે.

AMC બન્યું દેવાદાર: 200 કરોડના બહાર પડાશે બોન્ડ, અમદાવાદમાં વિકાસના કામો  કરવા લેવાશે કરોડોની લોન | AMC became a debtor 200 crore bonds will be  released crores of loans will be taken
હાઇકોર્ટે મ્યુનિ.તંત્રને ૧૫ દિવસનો સમય આપ્યો  હતો

લાલ દરવાજા વિસ્તારમાં સૌથી વધુ ટ્રાફિક એટલે જોવા મળે છે કે લોકો રોડ ઉપર પથારા પાથરીને ધંધો કરી રહ્યા છે. હાઇકોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને દબાણ કરીને ઊભા રહેતા ધંધાર્થી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એસ.જી.હાઇવે ઉપર ઇસ્કોન બ્રિજ ખાતે તથ્ય પટેલ નામના યુવાને સર્જેલા જીવલેણ અકસ્માત બાદ હાઇકોર્ટે શહેરમાં વધતાં જતાં દબાણો અને પાર્કિંગની સમસ્યાને ગંભીરતાથી લઇ પોલીસ અને મ્યુનિ.તંત્રને ૧૫ દિવસનો સમય આપ્યો  હતો. તેના પગલે મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનનાં ચોક્કસ માર્ગો ઉપરથી લારી ગલ્લાનાં દબાણો અને રોડ ફૂટપાથ ઉપર થતાં વાહનોનાં પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવા એસ્ટેટ ખાતાના અધિકારી તથા આસિ.કમિશનરની ટીમ બનાવી કાર્યરત કરી દીધી છે. આ અધિકારીની ટીમ જે તે રોડ ઉપર રાઉન્ડ લેશે તથા દબાણ ખાતાની ગાડીને સાથે રાખી દબાણો હટાવવાની સાથે ફોટા સહિતનો રિપોર્ટ તૈયાર કરી કમિશનરને પાઠવશે. એટલું જ નહીં રોડ ઉપરથી દબાણ અને વાહનો સામેની કાર્યવાહીમાં પોલીસની પણ મદદ લેવામાં આવશે.

દબાણને દૂર કરવાની કાર્યવાહી 

તંત્ર એક્શન મોડ પર આવી જતાં દબાણ દૂર થઇ ગયાં હતાં જોકે હવે મામલો શાંત પડતાં ફરીથી દબાણ કરવાનાં શરૂ થઇ ગયાં છે. ડીસીપી ઝોન ૨ની હદમાં આવતા તમામ વિસ્તારોમાં થઇ રહેલાં દબાણોને દૂર કરવા માટે ત્રણ દિવસનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કારંજ, શાહપુર, લાલ દરવાજા, રાણીપ, માધવપુરા, સાબરમતી, ચાંદખેડા સહિતની જગ્યા પર થઇ રહેલાં દબાણને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. 

માધવપુરા વિસ્તારમાં પણ પોલીસ અને કોર્પોરેશનની ટીમે દબાણ દૂર કર્યાં
પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દબાણ ખાતાની ટીમને મળીને તરખાટ મચાવી દીધો છે. લાલ દરવાજા વિસ્તારમાં દબાણના કારણે ટુ વ્હીલર લઇને નીકળવું મુશ્કેલ છે ત્યાંથી પોલીસે શરૂઆત કરી હતી. અંદાજે ૫૦થી વધુ વ્યક્તિ વિરુદ્ધ ગેરકાયદે દબાણ ઊભું કરવા બદલ કારંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનાં અભિયાનનો આજે ત્રીજો દિવસ છે ત્યારે વધુમાં વધુ દબાણ દૂર થાય તેવી શક્યતા છે. ગઇ કાલે માધવપુરા વિસ્તારમાં પણ પોલીસ અને કોર્પોરેશનની ટીમે દબાણ દૂર કર્યાં હતાં. 


મંદિરે દર્શન કરવા આરામથી આવી શકાશે 

લાલ દરવાજા ખાતે આવેલા ભદ્રકાળીનાં મંદિરમાં દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ આવે છે પરંતુ તેમને વાહન પાર્ક કરવાની સમસ્યા ઊભી થાય છે. આવી સ્થિતિમાં પોલીસે દબાણ દૂર કરતાં હવે શ્રદ્ધાળુ શાંતિથી દર્શન કરી શકે છે. લાલ દરવાજાથી ટુ વ્હીલર લઇને પસાર થવું હોય તો પણ ચાલકોને મુશ્કેલીને સામનો કરવો પડતો નથી. ઠેર ઠેર પથારા લઇને બેસી ગયેલા લોકો વિરુદ્ધ પોલીસે ગુના દાખલ કરવાનું શરૂ કરી દીધું છે. પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે મળીને કરેલાં સંયુક્ત ઓપરેશનને કારણે રોડ પર ઓપરેશન ક્લીનઅપ દેખાઇ રહ્યું છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ