બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / pm narendra modi praised film article 370 know what says

મનોરંજન / 'સારું છે લોકોને હવે કાશ્મીર વિશે...', આર્ટિકલ 370ને લઇ PM મોદીએ કર્યા યામી ગૌતમના વખાણ

Arohi

Last Updated: 04:56 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Narenra Modi On Film Article 370: યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370 ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવાને લઈને છે. એવામાં ફિલ્મ આર્ટિકલ 370ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે.

જમ્મુ કાશ્મીરમાંથી હટાવવામાં આવેલુ આર્ટિકલ 370 એક વખત ફરી ચર્ચામાં છે. હકીકતે આ વખતે ફિલ્મ આર્ટિકલ 370ને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ખાસ વાત એ છે કે ફિલ્મને લઈને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. પોતાના એક સંબોધન વખતે તેમણે આ ફિલ્મ વિશે વાત કરી છે. 

પીએમ મોદીએ કહ્યું કે, "સાંભળ્યું છે આ અઠવાડિયે ફિલ્મ આર્ટિકલ 370 આવી રહી છે સારૂ છે તેનાથી લોકોને આ વિશે જાણકારી મળશે." પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત પોતાના જમ્મુ-કાશ્મીર પ્રવાસની વચ્ચે કહી છે. 

યામી ગૌતમને લઈને પણ કહી મોટી વાત 
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટિકલ 370 ફિલ્મને લઈને રિએક્શન આપ્યું છે. તેમણે કહ્યું કે તે સમયે આ આર્ટિકલને હટાવવા માટે શું થયું તેના વિશે ફિલ્મ દ્વારા લોકો સુધી યોગ્ય જાણકારી પહોંચી જશે. પહેલાની સરકારોએ હંમેશા તેને હટાવવાને લઈને અવરોધો ઉભા કર્યા છે. પરંતુ અમારી સરકાર મારી ગેરેન્ટી હતી કે અમે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને રહીશું. અમે આમ જ કર્યું. 

વધુ વાંચો: વિરુષ્કાનો પુત્ર બન્યો સોશ્યલ મીડિયા સ્ટાર, 24 કલાકમાં જ બન્યા હજારો ફેક એકાઉન્ટ

પીએમ મોદીએ કહ્યું કે ટીવી પર મેં ફિલ્મનું ટ્રેલર પણ જોયું. હવે દુનિયા જાણી શકશે કે આખરે આર્ટિકલ 370 કેવી રીતે હટાવવામાં આવ્યું. જોકે તેમણે એમ પણ કહ્યું કે મને ફિલ્મ વિશે વધારે જાણકારી નથી. પરંતુ તેનાથી લોકોને હકીકત જરૂર સમજ આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

PM narenra Modi article 370 yami gautam પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ