બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Virushka's son became a social media star, thousands of fake accounts were created in 24 hours
Virat Kohli Anushka Sharma: અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીની ચર્ચા ઘણા મહિનાઓથી થઈ રહી હતી. એવામાં 20 ફેબ્રુઆરીના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર બીજી વખત મા-પિતા બનવાના સારા સમાચાર લોકો સાથે શેર કર્યા હતા. સાથે જ એમના બીજા બાળકનું નામ પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
— Virat Kohli (@imVkohli) February 20, 2024
ADVERTISEMENT
અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો. જો કે એમને મંગળવારે ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. આ ખુશ ખબર લોકોને જણાવતા વિરાટ અને અનુષ્કાએ એમ પણ કહ્યું કે એમને એમના પુત્રનું નામ અકાય રાખ્યું છે. હવે એ વાતની તો દરેક લોકોને ખબર જ હતી કે કિંગ કોહલીનો દીકરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનશે પણ બંનેમાંથી કોઈને પણ અપેક્ષા નહોતી કે તેમનો પુત્ર આટલી જલ્દી સોશિયલ મીડિયા સ્ટાર બની જશે.
Mark Zuckerberg watching thousands of new insta accounts named "Akaay Kohli"
— Khabri_Prasang (@Prasang_) February 20, 2024
😂😂🤣🤣#ViratKohli𓃵 #ViratKohli #Vamika #AnushkaSharma #RakulPreetSingh #SamanthaRuthPrabhu #Virat Ab De Villiers Akaay
pic.twitter.com/7KkkXC6cBY pic.twitter.com/lR6j6XVZpJ
ADVERTISEMENT
અત્યારે સોશિયલ મીડિયા ખોલીએ તો તેમ ચાર તરફ અકાયનું નામ ગુંજી રહ્યું છે. કિંગ કોહલી અને અનુષ્કાનો પુત્ર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે અને ઇન્ટરનેટ પર મીમ્સનું પૂર આવ્યું છે. અનુષ્કા અને વિરાટનો ક્રેઝ એટલો વધુ છે કે 24 કલાકની અંદર જ એમના દીકરા અકાયના નામે હજારો ફેક એકાઉન્ટ્સ બની ગયા છે.
ADVERTISEMENT
Akaay Kohli Insta Bio 😭😭🤣 pic.twitter.com/bhEhmCFbuH
— Rohxn💙 (@106atCapetown) February 21, 2024
ADVERTISEMENT
તમે ફક્ત ઇન્સ્ટાગ્રામ પર 'અકાય' ટાઇપ કરો અને તમામ ફેક એકાઉન્ટ તમારી નજર સામે હશે. ચાહકોએ અનુષ્કા અને વિરાટના પુત્રને જન્મતાની સાથે જ સ્ટાર બનાવી દીધો છે અને તેને જોતાં એવું લાગી રહ્યું કે આવનાર થોડા દિવસો સુધી લોકો વચ્ચે આ એક જ નામ ચર્ચાનો વિષય રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.