બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / PM Modi's dream project was tested at Hirasar International Airport, all operations will be completed by the end of March

રાજકોટ / PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટેસ્ટીંગ કરાયું, માર્ચના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરાશે

Vishal Khamar

Last Updated: 11:10 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાનનાં ડ્રીમ પ્રોજેક્ટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આવતીકાલ સુધી બે દિવસ ટેસ્ટિંગ કરવામાં આવશે.

  • હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટિંગ કરાશે-કલેક્ટર
  • બે દિવસ સુધી ફ્લાઇટ કેલિબ્રેશન ટેસ્ટિંગ કરવામાં આવશે-કલેક્ટર
  • એપ્રિલમાં DGCA દ્વારા કલિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશેઃકલેક્ટર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રાજકોટ ખાતે હિસાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટિગ શરૂ કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે બે દિવસ સુધી ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટિંગ કરવામાં આવશે. તેમજ એરપોર્ટ ખાતે ત્રણ કિલોમીટરનો રનવે તૈયાર થઈ જતા ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ, સિસ્ટમ, નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ અને એટીસી ટાવરની મદદથી સેલિબ્રેશન ફ્લાઇટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. સેલિબ્રેશન ફ્લાઈટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં ફ્લાઈટ લેન્ડીંગને ધ્યાનમાં રાખીને કેલિબ્રેશનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવી છે. 

એરપોર્ટ ખાતે 3 કિલોમીટને રન-વે તૈયાર
હિરાસર એરપોર્ટ ખાતે હાલમાં  ટર્મીનલ-1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, કોમ્યુનિકેશન અને એમ.ટી. બિલ્ડીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.  3 કિ.મી.નો રન-વે તૈયાર થઇ જતા હવે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સીસ્ટમ અને નેવિગેશન કન્ટ્રોલ સીસ્ટમ અને એ.ટી.સી ટાવરની મદદથી કેલિબ્રેશન ફલાઇટ ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં લેન્ડિંગને ધ્યાને રાખીને કેલિબ્રેશનની પ્રક્રિયા વહેલી તકે સુનિશ્ચિત કરીને પૂર્ણ કરવામાં આવશે.

ફલાઈટનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું

બોઈંગ લેન્ડ કરી શકે તેવો રન વે બનાવવામાં આવ્યો છે
આ બાબતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે નવા હિરાસર એરપોર્ટની આજે પહેલી વખતે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.  ગઈકાલે સાંજે ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. હાલ ત્યાં પાંચ છ મુદ્દાઓ પર ટેસ્ટિંગ ચાલુ છે. જેમાં કંટ્રોલ નેવીગેશન સીસ્ટમ લાગ્યા છે એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કરીને લેન્ડીંગની કામગીરી હાલમાં ચાલી રહી છે.  સૌથી લાંબો રનવે કહેવાય 3.5 કિલોમીટરનો રનવે છે. તેમજ નીચે પાણીનાં નિકાલ માટે એક કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે. જે એશિયાની સૌથી મોટી ટનલ છે.  તેમજ ત્યાં ફાયર સ્ટેશન તૈયાર છે. ત્યારે  બોઈંગ લેન્ડ કરી શકે તે માટેનો રન વે બનાવવામાં આવ્યો છે. તેમજ 7 વિંડ મીલ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ચના અંત સુધીમાં એરપોર્ટની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. એપ્રિલમાં DGCA દ્વારા કલિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે. ત્યાર બાદ તેનાં લોકાર્પણની તારીખ નક્કી કરવામાં આવશે. 

નવીન બિલ્ડીંગની કામગીરી પૂર્ણતાનાં આરે
હિરાસર એરપોર્ટ
ફાયર બ્રિગ્રેડની કામગીરી પણ પૂર્ણ
મેડીકલ ઈમરજન્સી માટે એમબ્યુલન્સ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ