બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / pm modi wishes on gujarat foundation day 2022 recalls gandhi and sardar

Gujarat Day 2022 / આજે ગુજરાત સ્થાપના દિવસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા, ગાંધી અને સરદારને કર્યા યાદ

Mayur

Last Updated: 09:09 AM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસ નિમિતે મારી શુભેચ્છાઓ! આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે PM મોદીએ ટ્વિટ કરીને ગાંધી અને સરદારને યાદ કર્યા હતા.

  • આજે ગુજરાત સ્થાપનાં દિવસ 
  • PM મોદીએ આપી શુભકામનાઓ
  • મહાત્મા ગાંધી અને સરદારને કર્યા યાદ 

PM મોદીએ કરી કરી ટ્વિટ 

ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસ નિમિતે મારી શુભેચ્છાઓ ! મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોના આદર્શોથી પ્રેરિત, ગુજરાતના લોકો તેમની વિવિધ સિદ્ધિઓ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. આવનારા વર્ષોમાં ગુજરાત અવિરત પ્રગતિ કરતું રહે એવી અભિલાષા…

મહારાષ્ટ્ર રાજ્યને પણ ટ્વિટ કરીને આપી શુભેચ્છા

PM મોદીએ મહારાષ્ટ્ર રાજ્યને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે આ રાજ્યે દેશના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. આ રાજ્યના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં મહારત હાંસલ કરી છે. હું તેઓની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું. 

CM ભૂપેન્દ્ર પટેલે પણ આપી શુભેચ્છા 

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં આપણું ગુજરાત સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસના નવા સીમાચિન્હો સર કરે અને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં ગુજરાત શિરમોર યોગદાન આપે તે માટે, આવો. આજે આપણે સૌ ગુજરાત ગૌરવ દિવસના અવસરે સંકલ્પબદ્ધ થઈએ. 

ગુજરાતે દેશને વિકાસની રાજનીતિ તરફ વાળ્યોઃ CM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના રાજમા વિકાસની રાજધાનીનો નવો જ અધ્યાય રચાયો છે. ગુજરાતે વિકાસ કેવો હોય અને વિકાસની રાજધાની કેવી હોય તે સૌનો સાથ અને સૌનો વિકાસ કરીને દેશ અને દુનિયાને બતાવ્યું છે. 

પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિથી દેશના જનજનમાં નવી આશાનો સંચાર થયો છે. આપણે તેમના જ નેતૃત્વમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે જેમાં કેટલાક સંકલ્પો લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ કરી આગળ વધી રહ્યા છીએ. આ દિવસ આણા સૌ માટે વિશેષ છે.

મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસ

 1 મે, 1960 ના રોજ બોમ્બે રાજ્યને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યમાં વહેંચવામાં આવ્યું. આ બંને રાજ્યોની રચનાને 60 વર્ષ પૂરા થયા છે. એક સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્યનો ભાગ હતા.
પરંતુ આઝાદી પછી, મરાઠાઓ અને ગુજરાતીઓ વચ્ચે અલગ રાજ્યની માંગ શરૂ થવા લાગી. જે પછી 1 મે 1960 ના રોજ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સરકારે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ અલગ રાજ્યોના પ્રસ્તાવને મંજૂરી આપી. આ દિવસથી, 1 મે બંને રાજ્યોમાં સ્થાપના દિવસ (મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસ) તરીકે ઉજવવામાં આવે છે.

બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ, 1960

ગુજરાત રાજ્ય 1 મે, 1960 ના રોજ અસ્તિત્વમાં આવ્યું. તે જ દિવસે, મરાઠી ભાષી લોકોની માંગને પૂરી કરવા માટે  માટે મહારાષ્ટ્રની પણ રચના કરવામાં આવી. આ બંને રાજ્યો બોમ્બે સ્ટેટમાંથી અલગ કરવામાં આવ્યા હતા જ્યાં આ બે ભાષાકીય જૂથોએ તેમના અલગ રાજ્યોની માંગ કરી હતી. તેમની માંગ પૂરી કરવા માટે બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ, 1960 દ્વારા રાજ્યોની રચના કરવામાં આવી હતી.
ત્યારથી, રાજ્ય સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

આ દિવસે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત દિવસની ઉજવણી માટે પાટણ શહેરમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. ગુજરાતની સંસ્કૃતિ, વારસો અને વારસાની ઉજવણી કરવા માટે આ કાર્યક્રમના આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ