બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

VTV / PM Modi will go to Uzbekistan for SCO Summit, Putin-Jinping and PM Sharif of Pakistan will also participate.

PMનો પ્રવાસ / SCO સમિટ માટે ઉઝબેકિસ્તાન જશે PM મોદી, પુતિન-જિનપિંગ તથા પાક.ના PM શરીફ પણ થશે સામેલ

Priyakant

Last Updated: 03:30 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન 14 સપ્ટેમ્બરે સમરકંદ પહોંચશે અને બે દિવસીય સમિટમાં ભાગ લીધા બાદ 16 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે

  • SCO સમિટમાં ભાગ લેવા જશે ઉઝબેકિસ્તાન જશે PM મોદી
  • પુતિન-જિનપિંગ તથા પાક.ના PM શરીફ પણ થશે સામેલ 
  • બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બદલાયેલી ભૂ-રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા થઈ શકે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરથી શરૂ થતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ (SCO સમિટ 2022)માં ભાગ લેશે. આ સમિટ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે. પીએમની આ મુલાકાત વર્તમાન પ્રવાસ કાર્યક્રમમાં જણાવવામાં આવી છે. વડાપ્રધાન 14 સપ્ટેમ્બરે સમરકંદ પહોંચશે અને બે દિવસીય સમિટમાં ભાગ લીધા બાદ 16 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. આ સમિટ 15-16 સપ્ટેમ્બરના રોજ યોજાશે. અગાઉ જૂન 2019માં કર્ગિસ્તાનના બિશ્કેકમાં SCO કોન્ફરન્સ યોજાઈ હતી. 

આ સમિટમાં ભારતની હાજરી નોંધપાત્ર છે કારણ કે તે સમિટના અંતે SCOનું રોટેશનલ પ્રેસિડન્સી સંભાળશે. ભારત સપ્ટેમ્બર 2023 સુધી એક વર્ષ માટે જૂથની અધ્યક્ષતા કરશે. આવતા વર્ષે ભારત SCO સમિટનું આયોજન કરશે. જેમાં ચીન, રશિયા અને પાકિસ્તાનના નેતાઓ ભાગ લેશે. સમિટ સિવાય પીએમ મોદી વિવિધ રાજ્યોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે કે કેમ તે અંગે માહિતી આપવામાં આવી નથી. જો કે, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠક નિર્ધારિત હોવાનું માનવામાં આવે છે.

શું શરીફ સાથે PM મોદીની મુલાકાત થશે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી આ સમિટમાં ભાગ લેશે. અગાઉ વડાપ્રધાન મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં થઈ હતી, જે નવેમ્બર 2019માં યોજાઈ હતી. મે 2020થી પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સૈન્ય મુકાબલો પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો. એ સ્પષ્ટ નથી કે, પીએમ મોદી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે કે કેમ કે શનિવાર રાત સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.

મહત્વનું છે કે, બેઠક દરમ્યાન રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બદલાયેલી ભૂ-રાજકીય પરિસ્થિતિ અને તેની અસર પર ચર્ચા થઈ શકે છે. SCOના ઘણા સભ્ય દેશો અફઘાનિસ્તાનના પડોશી હોવાથી તાલિબાન શાસન પર બેઠકમાં ચર્ચા થઈ શકે છે. તાશ્કંદથી 300 કિલોમીટર દૂર સમરકંદમાં છેલ્લા છ મહિનાથી SCO સમિટની તૈયારીઓ ચાલી રહી છે.

SCOમાં કયા દેશો છે સામેલ ? 

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સ્થાપના 2001માં શાંઘાઈમાં થઈ હતી. હાલમાં, આ સંગઠનમાં આઠ દેશો સામેલ છે - ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. ચાર નિરીક્ષક દેશો- અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મોંગોલિયા સંસ્થાના સંપૂર્ણ સભ્યપદમાં જોડાવા ઈચ્છે છે. સંસ્થાના છ દેશો - આર્મેનિયા, અઝરબૈજાન, કંબોડિયા, નેપાળ, શ્રીલંકા અને તુર્કી - સંવાદ ભાગીદારોની ભૂમિકામાં છે. ગત વર્ષે ઈરાનને પૂર્ણ સભ્ય દેશ તરીકે પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે આ નિર્ણય ઇજિપ્ત, કતાર અને સાઉદી અરેબિયા માટે નવા સંવાદ ભાગીદારો તરીકે લેવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ