બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / PM Modi was welcomed with Garba in White House USA, Video

USA / VIDEO: વ્હાઇટ હાઉસમાં ગરબાની રમઝટ જોઈને ખુશ થઈ ગયા બાયડન, PM મોદીએ શેર કર્યો વીડિયો

Vaidehi

Last Updated: 06:07 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઈટ હાઉસમાં PM મોદીનું સ્વાગત ગુજરાતી લોકનૃત્ય ગરબાથી કરવામાં આવ્યું. જુઓ વીડિયો.

  • વાઈટ હાઉસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત
  • ગુજરાતી લોકનૃત્ય ગરબા દ્વારા કરવામાં આવ્યું સ્વાગત
  • આતિથ્ય બદલ PM મોદીએ જો બાઈડનનો માન્યો આભાર

અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં છે. ત્યારે આજે રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડને PM મોદીનાં સમ્માનમાં વાઈટ હાઉસ ખાતે ખાસ ડીનરનું આયોજન કર્યું છે. PM મોદી વાઈટ હાઉસ પહોંચ્યા તે સાથે જ તેમનું સ્વાગત ગુજરાતી લોકનૃત્ય ગરબાથી કરવામાં આવ્યું. જેનો વીડિયો PM નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. કેપ્શનમાં તેમણે પ્રેસિડેન્ટ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડનને ટેગ કરીને લખ્યું કે 'આતિથ્ય માટે આભાર'

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલી ભવ્ય રીતે PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. એટલું જ નહીં PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાયડનને કેટલીક ખાસ વસ્તુઓ ગિફ્ટ કરી છે. તેણે પંજાબમાંથી ઘી, રાજસ્થાનમાંથી હાથથી બનાવેલો 24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો, 99.5% કેરેટ ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રમાંથી ગોળ, ઉત્તરાખંડમાંથી ચોખા, તમિલનાડુમાંથી તલ, કર્ણાટકમાંથી મૈસૂરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા હાથથી બનાવેલ ચાંદીના નાળિયેર, ગુજરાતનું મીઠું, ભગવાન ગણેશની મૂર્તિ સાથે દીવો આપવામાં આવ્યો હતો. 

કારમાંથી નીચે ઊતરતાની સાથે જ મળાવ્યો હાથ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન તેમની પત્ની જીલ સાથે વ્હાઇટ હાઉસના પરિસરમાં PM મોદીને આવકારવા માટે ઉભા હતા. કારમાંથી નીચે ઉતરતાની સાથે જ મોદી બાયડનને ખૂબ જ ઉષ્માપૂર્વક મળ્યા હતા. વાસ્તવમાં બંને વચ્ચેની મજેદાર વાતચીતનો કેટલોક ભાગ નજીકમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થયો હતો. PM મોદી વ્હાઇટ હાઉસ પહોંચે તે પહેલા જ બાયડન તેમની પત્ની જીલ સાથે તેમના દરવાજે ઉભા હતા. મોદીની કાર રોકાઈ અને બાયડન તેમને રિસીવ કરવા આગળ વધ્યા. જીલ પાછળ ઉભી હતી. PM મોદી કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ બાયડને તેમનો હાથ પકડી લીધો. આના કરતાં વધુ હૂંફ બાયડનના શબ્દોમાં હતી.

જો બાયડને શું કહ્યું ? 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, સ્વાગત દોસ્ત, તમારો આજનો દિવસ ઘણો લાંબો હતો... વાસ્તવમાં બાયડને આવું એટલા માટે કહ્યું કારણ કે PM મોદીનો બુધવાર ખૂબ જ વ્યસ્ત હતો. તેમણે સવારે 8 વાગ્યે (US સમય મુજબ) યુએન ખાતે યોગ દિવસના યોગ સત્રમાં હાજરી આપી હતી. આ પછી તેમની મુલાકાત ચાલુ રહી હતી.  મુત્સદ્દીગીરીમાં બોડી લેંગ્વેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોદી અને બાયડનની આ મીટિંગમાં બાયડેન મિત્ર PM મોદીની પીઠ પર હાથ લગાવતા જોવા મળ્યા હતા. આ ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોનો સ્પષ્ટ સંકેત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ