બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / PM Modi speaks for the first time on Parliament security Breach case, 'This incident is sad and worrying'

નિવેદન / સંસદમાં સુરક્ષા ચૂક મામલે બોલ્યા PM મોદી, કહ્યું ઘટના ચિંતાજનક છે... તપાસ થાય... રાજકારણ ન કરશો

Megha

Last Updated: 09:28 AM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સુરક્ષા ચૂકને રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો ગણાવતા કહ્યું કે, ' આ ઘટના ખૂબ જ ચિંતાજનક છે પરંતુ તેનો વિરોધ કરવાને બદલે ઉકેલ શોધવો વધુ જરૂરી છે'

  • સંસદની સુરક્ષા ભંગ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી
  • પીએમ મોદીએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે
  •  તેના પર ચર્ચા કે વિરોધ કરવાને બદલે તેનો ઉકેલ શોધવો વધુ જરૂરી છે 

13 ડિસેમ્બરે સંસદની સુરક્ષા ભંગ થવાની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ કહ્યું કે 'આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે, પરંતુ તેના પર ચર્ચા કે વિરોધ કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે જેથી કરીને ઉકેલ શોધી શકાય. '

આગળ આ વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, 'સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને જરા પણ ઓછી ન આંકવી જોઈએ. તેથી સ્પીકર સાહેબ સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલાં લઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ કડકાઈથી તપાસ કરી રહી છે. આની પાછળ કયા તત્વો અને ઈરાદાઓ છે તેના ઊંડાણમાં જવું પણ એટલું જ જરૂરી છે. એક મનથી આનું સમાધાન શોધવું જોઈએ. દરેક વ્યક્તિએ આવા વિષયો પર વાદ-વિવાદ કે પ્રતિકાર ટાળવો જોઈએ.'  

ઓમ બિરલાએ લોકસભાના સાંસદોને પત્ર લખ્યો હતો
આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદોને પત્ર લખીને 13 ડિસેમ્બરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. લોકસભાના અધ્યક્ષે પોતાના પત્રમાં લખ્યું કે, 13 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના આપણા બધા માટે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. તે જ દિવસે મેં તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી હતી કે આપણે સંસદની સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે મજબૂત કરી શકીએ અને બેઠકમાં આપેલા મહત્વના સૂચનો તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યા છે.

નોંધનીય છે કે 13 ડિસેમ્બરે સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર બે લોકો ગૃહમાં ઘૂસી ગયા અને સ્મોક બોમ્બથી હુમલો કર્યો. સ્મોક બોમ્બના કારણે સંસદમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે સાંસદોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. જો કે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને માત્ર ગૃહમાં પ્રવેશનાર વ્યક્તિની જ નહીં પરંતુ ગૃહની બહાર હાજર તેના બે સહયોગીઓની પણ ધરપકડ કરી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ