બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / PM Modi is on a two-day Gujarat tour from today

માદરે વતન / PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, આવતીકાલે સૌરાષ્ટ્રને આપશે કરોડોના વિકાસકાર્યોની ભેટ

Vishal Khamar

Last Updated: 10:41 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન રાત્રે આજે જામનગર પહોંચશે. જામનગર ખાતે રાત્રી રોકાશે. ત્યારે બાદ 25 મી ફેબ્રુઆરીએ દ્વારકા કાર્યક્રમમાં હાજરી આપશે.

વડાપ્રધાન મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે રાત્રે 9.15 કલાકે વડાપ્રધાન મોદી જામનગર પહોંચશે. જામનગર ખાતે પીએમ મોદી રાત્રી રોકાણ કરશે. 25 ફેબ્રુઆરીએ દ્વારકા, રાજકોટનાં કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ 25  ફેબ્રુઆરીનાં રોજ સવારે 6.45 કલાકે જામનગરથી દ્વારકા જવા રવાના થશે. 25 ફેબ્રુઆરીએ સવારે 7.40 કલાકે પ્રધાનમંત્રી દ્વારકા પહોંચશે. 

PM બેટ દ્વારકા મંદિરમા દર્શન અને પૂજા વિધિ કરશે
ત્યારે બાદ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરમાં દર્શન અને પૂતા વિધિ કરશે. 8.25 કલાકે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકશે. 9.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિર પહોચશે. ત્યારે બાદ બપોરે 1 કલાકે વડાપ્રધાન દ્વારકામાં જનસભાને સંબોધન કરશે. તે બાદ બપોરે 2.15 કલાકે વડાપ્રધાન મોદી દ્વારકાથી રાજકોટ આવવા રવાના થશે. જ્યાં બપોરે 3.30 કલાકે એઈમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. બપોરે 4.20 કલાકે વડાપ્રધાન એઈમ્સથી રાજકોટ જુના એરપોર્ટ પહોંચશે. ત્યારે બાદ સાંજે 4.45 કલાકે વડાપ્રધાન રેસકોર્સ ગ્રાઉન્ડ જનસભાને સંબોધન કરશે. 6.20 કલાકે વડાપ્રધાન મોદી રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. 


ઓખા - બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજને લોકોને અર્પણ કરવા માટે આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેવભૂમિ દ્વારકા ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે PMના આગમનને લઈ દ્વારકા મંદિરમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના આગમન પહેલા દ્વારકા નગરીને રોશનીથી શણગારવામાં આવી છે. આ સાથે દ્વારકામાં PMના પ્રવાસને લઈને NDH ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ગ્રાઉન્ડમાં  25 હજારથી વધુ લોકો બેસી શકે તેવી ક્ષમતા વાળો ડોમ તૈયાર થઈ રહ્યો છે. આ ઉપરાંત સુરક્ષાના ભાગ રૂપે દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તાર તારીખ 24 થી 25 સુધી નો ફલાયાઈંગ ઝોન જાહેર કરાયો છે.

વડાપ્રધાન મોદી તા. 25 નાં રોજ રાજકોટવાસીઓને મોટી ભેટ આપશે. જેમા રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશે.  હવે સૌરાષ્ટ્રવાસીઓને સર્જરી માટે બહાર જવું નહી પડે.   આગામી તા. 25 સમયમાં જ રાજકોટ એઈમ્સમાં સેવા શરૂ કરાશે. રાજકોટ AIIMSમાં થોડાક જ દિવસમાં IPDની સેવા શરૂ થશે. 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર સાથે I.P.D શરૂ કરાશે. સૌરાષ્ટ્ર સહિત કચ્છના લોકોને ફાયદો મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ