બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જીવનમાં ક્યારેક પૈસાની અચાનક જરૂર પડે છે. આવી સ્થિતિમાં લોકો પાસે માત્ર લોનનો વિકલ્પ હોય છે. બેંકો અને બિન-નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકોને હોમ લોન, એજ્યુકેશન લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી વિવિધ ઓફર આપે છે. આ પ્રકારની લોનનો લાભ તમારા બાળકોના શિક્ષણ, લગ્ન, બીમારી વગેરેના ખર્ચ માટે લઈ શકાય છે.

ADVERTISEMENT
સિક્યોરિટી વગર મળે છે પર્સનલ લોન
પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન છે જેમાં તમારે કોઈપણ પ્રકારની સિક્યોરિટીની જરૂર નથી પડતી. આવી સ્થિતિમાં આ લોનનો વ્યાજ દર બાકીની લોન કરતા વધારે હોય છે. આ લોન માટે તમારે વધારે દસ્તાવેજોની જરૂર નથી પડતી. આવી સ્થિતિમાં ઘણી વખત લોકો આ લોન લેતી વખતે કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેમને પછીથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
વધુ ચુકવવા પડી શકે છે EMI
પર્સનલ લોનમાં વ્યાજ દર સામાન્ય લોનની તુલનામાં બમણા કરતા વધુ હોય છે. કેટલીકવાર આ રેટ 12 થી 24% સુધીનો હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે આ લોન ચૂકવવા માટે વધુ EMI ચૂકવવી પડી શકે છે. માટે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે પર્સનલ લોન તરીકે કેટલી રકમ લેવાની છે.
ADVERTISEMENT

નિયમો અને શરતોને કરો કમ્પેર
આ સાથે આ લોન લેતા પહેલા એક પછી એક અન્ય બેંકોમાં જઈને વ્યાજ દરો અને નિયમો અને શરતોને કમ્પેર કરો. જ્યાંથી તમને આ લોન સૌથી ઓછા વ્યાજ દર અને નિયમો અને શરતો સાથે મળી રહી છે ત્યાંથી લોન લો.
ADVERTISEMENT
સમયસર ચુકવતા રહો EMI
લોન લીધા પછી તેની EMI સમયસર ચૂકવતા રહો. જો EMI ચુકવવમાં મોડુ થતુ તો તમારા ક્રેડિટ સ્કોર પર તેની અસર થઈ શકે છે. ભવિષ્યમાં જો તમે ક્યાંક લોન લેવા જાઓ છો તો ખરાબ ક્રેડિટ સ્કોરને કારણે તમને લોન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.

ADVERTISEMENT
બને તેટલુ જલ્દી લોન ચુકવવાનો કરો પ્રયત્ન
પર્સનલ લોન લેતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ન્યૂનતમ રકમની લોન લો. આ ઉપરાંત, ટૂંકા ગાળામાં આ લોન ચૂકવવાનો પ્રયાસ કરો. આ સાથે તમારે વધુ વ્યાજ ચૂકવવાની જરૂર રહેશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.