બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / People of Ahmedabad are in trouble regarding pre-wedding photoshoot

હેરાનગતી / પ્રી-વેડિંગ ફોટોશૂટને લઈને અમદાવાદીઓ મુશ્કેલીમાં, મોટાભાગના સ્થળો પર પ્રતિબંધ મુકાતા ખાનગી જગ્યાએ જવા લોકો મજબૂર

Ronak

Last Updated: 07:26 PM, 29 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રી વેડિંગ ફોટોશૂટને લઈને અમદાવાદીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણકે મોટા ભાગની જગ્યાએ પ્રિ-વેડિંગ ફોટોશૂટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેના કારણે લોકો ખાનગી સ્થળોએ જવા મજબૂર બન્યા છે.

  • પ્રી વેડિંગ શૂટને લઈને અમદાવાદીઓની મુશ્કેલી વધી
  • મોટા ભાગની જગ્યાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો 
  • પ્રતિબંધ પાછળ કોઈ કારણ આપવામાં નથી આવતું 
  • ખાનગી જગ્યાએ લોકો ફોટોશૂટ કરવા મજબૂર 

પહેલા જ્યારે લગ્ન સમયે માત્ર લગ્નના ફોટાઓનું મહત્વ હતું. પરંતુ જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે. તેમ તેમ યુવાનોમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. આજે કોઈ પણ કપલ જ્યારે લગ્ન કરે તો તે પહેલા તે પ્રી વેડિંગ ફોટો ગ્રાફી અને વીડિયો ગ્રાફી કરવાનું પહેલા પસંદ કરે છે. એવું કહી શકાય કે પ્રી વેડિંગ ફોટોશૂટ આજના યુથ માટે એક ટ્રેન્ડ બની ગયો છે. 

પ્રતિબંધ પાછળનું કારણ પણ નથી આપવામાં આવતું 

જોકે હવે અમદાવાદ જેવા શહેરોમાં કપલને પ્રી-વેડિંગના ફોટોશૂટ માટે સમસ્યા વધી ગઈ છે. કારણકે મોટા ભાગની જગ્યાઓ પર પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરવાની ના પાડી ના પાડી દેવામાં આવે છે. તેમના પાડવા પાછળ કોઈ કારણ પણ નથી આપવામાં આવતું કે  શા માટે ના પાડવામાં આવી રહી છે. 

પોતાનું શહેર છોડી અન્ય જગ્યાએ ફોટોશૂંટ કરાવા મજબૂર 

અમદાવાદની આસપાસ જેટલા પણ પ્રવાસન સ્થળો આવેલા છે. ત્યા પ્રી વેડિંગ શૂટ માટે ના પાડી દેવામાં આવ્યું છે. જેમા કારણે અમદાવાદના લોકોને તેમનુંજ શહેર છોડીને કોઈ અન્ય જગ્યાએ ફોટોશૂટ કરવા જવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે. 

બધી જગ્યાઓ પર ફોટોશૂંટ બંધ 

ખાસ કરીને થોળ, રાણીનો હજીરો અને અડાલજની વાવ આ બધી જગ્યાએ અમદાવાદના કપલ પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવા જતા હતા. પરંતું હવે ધીરે ધીરે બધી જગ્યાઓ પર ફોટોશૂટ બંધ કરાવી દેવામાં આવ્યું છે. જેના કારણે કપલ બધા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ન છૂટકે અમદાવાદના કપલને ખાનગી સ્થળો પર પ્રિ વેડિંગ ફોટોશૂટ કરવવા જવું પડે છે. 

ખાનગી જગ્યાએ ફોટોગ્રાફી કરાવા લોકો મજબૂર 

ઉલ્લેખનીય છે કે જે સ્થળો પર મોટા ભાગની જગ્યાઓ પર ફોટોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દેવાના કારણે ખાનગી સ્થળો પર કપલને ફોટોગ્રાફી કરાવા માટે જવું પડે છે. જેને લઈને અલગથી તેમને 10 થી 15 હજારનો ખર્ચો ઉઠાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે આખરે એટલું તો કયું મોટું કારણ છે કે પ્રી વેડિંગ ફોટોશૂટ બધી જગ્યાએ બંધ કરાવામાં આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ