બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / Pawar has already done the work before Dada betrays? New claim on corruption in NCP

મહારાષ્ટ્ર / દાદા દગો આપે એ પહેલા જ પવારે કરી નાંખ્યું કામ? NCPમાં ઘમાસાણ અંગે નવો દાવો

Priyakant

Last Updated: 09:46 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra News: અજિત પવારના બળવાને સમજીને શરદ પવારે તમામ ધારાસભ્યોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું, અજીત સાથે જવા માટે તૈયાર થયેલા ધારાસભ્યોને કહેવામાં આવ્યું હતું કે......

  • મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષી NCPમાં ભંગાણની અટકળો પર વિરામ 
  • અજિત પવારે ભાજપ સાથે જવાની અટકળોને નકારી કાઢી
  • અજિત પવાર બળવો કરવા મક્કમ હતા, પણ શરદ પવાર એક્શનમાં આવ્યા અને... 

મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ભંગાણની અટકળોનો આખરે એક દિવસના નાટક પછી સાંજ સુધીમાં અંત આવ્યો. મહત્વનું છે કે, અજિત પવાર મંગળવારે સાંજે મુંબઈમાં આયોજિત NCPની ઈફ્તાર પાર્ટીમાં પાર્ટીના સુપ્રીમો અને તેમના કાકા શરદ પવાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ સાથે જોવા મળી હતી. 

અગાઉ મંગળવારે બપોરે અજિત પવારે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ સાથે જવાની અટકળોને નકારી કાઢી હતી. જોકે એવા સમાચાર છે કે, અજિત પવાર બળવો કરવા મક્કમ હતા, પરંતુ શરદ પવારે તાત્કાલિક પગલાં લઈને તેમના પગલાંને નિષ્ફળ બનાવ્યું.

જાણો શું હતો સમગ્ર મામલો ? 
આ તમામ અટકળો NCPમાં બીજા નંબરના નેતા ગણાતા કાકા શરદ પવાર સાથે અજિત પવારની નારાજગીના સમાચાર સાથે શરૂ થઈ હતી. એવું કહેવામાં આવ્યું છે કે, અજીત ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવવા માંગે છે, જ્યારે પાર્ટી સુપ્રીમો પવાર આ માટે તૈયાર નથી. અગાઉ અજિત પવારે વર્ષ 2019માં ભાજપને સમર્થન આપ્યું હતું.

શું કહ્યું હતું સંજય રાઉતે ? 
આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓના દબાણ બાદ અજિત પવાર પક્ષ બદલીને ભાજપમાં જોડાવા માંગે છે. જોકે ઘણા રાજકીય નિષ્ણાતો આને NCPની અંદર અજિત પવાર અને સુપ્રિયા સુલે વચ્ચે ચાલી રહેલા સત્તા સંઘર્ષના પરિણામ તરીકે જોઈ રહ્યા હતા.

મહત્વનું છે કે, શરદ પવાર, સુપ્રિયા સુલે, ઉદ્ધવ ઠાકરે અને UBT સેનાના સાંસદ સંજય રાઉસે અજિત પવારની NCPના જૂથને તોડવાની ચર્ચા વચ્ચે કોન્ફરન્સ કૉલ કર્યો હતો. અજિત પવાર આમાં સામેલ ન હતા. આ દરમિયાન અજિત પવાર એનસીપીના કેટલાક ધારાસભ્યો સાથે અલગથી મળ્યા હતા અને તેઓએ અજીતના તમામ નિર્ણયોમાં સમર્થનની ખાતરી આપી હતી.

54માંથી 40 ધારાસભ્યો અજિત પવારની સાથે
જોકે આ બધાની વચ્ચે સમાચાર એવા પણ સામે આવ્યા કે, NCPના 54માંથી 40 ધારાસભ્યો અજિત પવારની સાથે છે. આ તમામ 40 ધારાસભ્યોના સમર્થન પત્ર પર સહીઓ પણ લેવામાં આવી છે. જો કે, શરદ પવારે આ તમામ અટકળોને ફગાવી દીધી હતી કે અજિત પવારે કોઈ બેઠક બોલાવી નથી અને NCPના તમામ 54 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

અજિત પવારે શું કહ્યું ? 
આ પછી અજિત પવાર પણ મીડિયાની સામે આવ્યા અને કહ્યું કે, તેઓ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તેમની પાર્ટી માટે કામ કરતા રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 'મેં કોઈ ધારાસભ્યની સહી લીધી નથી. હવે બધી અફવાઓ બંધ કરવી જોઈએ. અજિત પવારે કહ્યું કે, કેટલાક મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, મેં મંગળવારે (NCP) ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ તદ્દન ખોટું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, મેં મારા પક્ષના ધારાસભ્યો અને પદાધિકારીઓની કોઈ બેઠક બોલાવી નથી. આવા અપ્રમાણિત સમાચાર પક્ષના કાર્યકરોને નુકસાન પહોંચાડે છે અને તેમની વચ્ચે મૂંઝવણ ઊભી કરે છે.

શિંદે જૂથના ધારાસભ્યોની જેવી થશે હાલત 
મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, શરદ પવારને અજિત પવારની ભાજપ સાથેની વાતચીત અને એનસીપીના ધારાસભ્યો સાથેની તેમની બેઠકની જાણ હતી અને તેમણે અજિતના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, અજિત પવારના બળવાને સમજીને શરદ પવારે તમામ ધારાસભ્યોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. અજીત સાથે જવા માટે તૈયાર થયેલા ધારાસભ્યોને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ આ રીતે NCP છોડી દેશે તો તેઓ પણ શિંદે જૂથના ધારાસભ્યોની જેમ ગેરલાયક ઠરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ