બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pavagarh Tragedy: Usha Braco Company Manager Vinod Prasad's talk with VTV NEWS

પ્રતિક્રિયા / પાવાગઢમાં રોપ-વે અધવચ્ચે જ કઈ રીતે ફસાઈ? મેનેજરે આપ્યો જવાબ, 40 મિનિટ સુધી હવામાં ફસાયા હતા ભક્તો

Malay

Last Updated: 11:54 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchmahal News: પાવાગઢમાં રોપ-વેનો કેબલ ઉતરી જવાના મુદ્દે ઉષા બ્રેકો કંપનીના મેનેજર વિનોદ પ્રસાદે કહ્યું કે, રોપ-વેના પોલ નંબર 5 પર સર્જાઈ હતી ટેક્નિકલ ખામી.

  • રોપ-વે કેબલ ઉતરી જવાનો મુદ્દો 
  • મેનેજર વિનોદ પ્રસાદની પ્રતિક્રિયા 
  • 'ટેક્નિકલ ખામી સર્જાઈ હતી'

Panchmahal News: જગ વિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ગતરોજ મોટી દુર્ઘટના ટળી હતી. પાવાગઢમાં રોપ-વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં યાત્રાળુઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ઘટનાને પગલે રોપ-વેના ઉડન ખટોલામાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાવાગઢમાં રોપ-વેનો કેબલ ઉતરી જવાના મુદ્દે ઉષા બ્રેકો કંપનીના મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે.

પોલ નંબર 5 પર સર્જાઈ હતી ટેક્નિકલ ખામી
ઉષા બ્રેકો કંપનીના મેનેજર વિનોદ પ્રસાદે VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગઈકાલે સાંજે 7.30 વાગ્યાની આસપાસ રોપ-વેના પોલ નંબર 5 પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ અમારી ટેક્નિકલ ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. ટેક્નિકલ ખામીને રાત્રે જ રિપેર કરી દેવામાં આવી હતી.  જે બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.

ટેક્નિકલ ખામી દૂર કરાઈઃ વિનોદ પ્રસાદ
તેઓએ જણાવ્યું કે, આજે સવારે પણ પ્રિઈન્પેક્શન કરવામાં આવ્યું હતું. બધુ બરાબર લાગ્યા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી.  અત્યારે રોપ-વે સેવા બરાબર રીતે ચાલી રહી છે.  

ઉડન ખટોલામાં ફસાયા હતા યાત્રાળુઓ
આપને જણાવી દઈએ કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ઉષા બ્રેકો દ્વારા યાત્રાળુઓના અવર-જવર કરવા માટે રોપ-વે સેવાનું સંચાલન કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે મોડી સાંજે અચાનક રોપ-વેનો કેબલ નીકળી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ અચાનક સર્જાયેલા આ બનાવને પગલે ઉપરથી નીચે આવી રહેલા યાત્રાળુઓ ઉડન ખટોલામાં ફસાયા હતા. આ ઉડન ખટોલા અચાનક બંધ થઈ જવાના કારણે યાત્રાળુઓમાં જીવ ટાળવે ચોટ્યો હતો. અચાનક કેમ રોપ-વે બંધ થઈ ગઈ હતી, તેનું કારણ યાત્રાળુઓને જાણવા મળ્યું ન હતું. 40 મિનિટ બોગીમાં બેસી રહ્યા બાદ તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા 40 મિનિટ ફસાયેલા યાત્રાળુઓ અત્યંત ગુસ્સે ભરાયા હતા.

થોડા દિવસ અગાઉ જ મેઈન્ટેનન્સની કામગીરી કરાઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિના ઓગસ્ટમાં  રોપ-વેની મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી. જોકે, મેઈન્ટેનન્સની કામગીરીને લઈ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. મેઈન્ટેનન્સની કામગીરી કર્યાને માત્ર ગણતરીના દિવસો જ થયા છે ત્યારે ફરી ખામી સર્જાઈ હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ