બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / parents left her 5days old born baby in Rajkot civil

શરમ કરો / રાજકોટમાં ફુલ જેવી બાળકીને માતા પિતાએ તરછોડી, બાળકીનું મોત, કારણ છે ચોંકાવનારું

Khyati

Last Updated: 10:28 AM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં 5 દિવસની દિકરીને તરછોડીને ફરાર થયા માતાપિતા, સારવાર દરમિયાન દિકરીનું મોત

  • 5 દિવસની બાળકીને તરછોડી દીધી
  • દિકરીની હાલત ગંભીર હોવાથી માતા પિતા ફરાર થઇ ગયા
  • રાજકોટ સિવિલમાં ચાલતી હતી સારવાર 

એક તરફ રાજ્યમાં એવા લોકો વસે છે જે નવ દિવસ નવદુર્ગાની કઠિન ઉપાસના કરે છે. માતાજીની પૂજા કરે છે તો બીજી તરફ એવો પણ એક સમાજ છે જે દિકરીનું અવતરણ થતા હજી પણ એ જૂના જમાના જેવી જ હલકી માનસિકતા ધરાવે છે, દિકરી હોવુ એ જાણે કે ગુનો હોય. ત્યારે રાજકોટ મહાનગરમાં પણ એક ચોંકાવનારી ઘટના જોવા મળી. રાજકોટમાં 5 દિવસની બાળકીને તરછોડીને મા બાપ ફરાર થઇ ગયા અને દિકરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ.

5 દિવસની દિકરીને માતા પિતાએ તરછોડી 

પરિવારમાં નાનકડા મહેમાનનું આગમન થાય તો ખુશી કેટલી હોય, પછી તે દિકરો હોય કે દિકરી.  લોકો બાળક થાય તે માટે અનેક માનતાઓ રાખે છે ત્યારે રાજકોટ સિવિલમાં તો નવજાત બાળકીને તરછોડીને મા બાપ ચાલ્યા ગયા. અરે, ફુલ જેવી કુમળી બાળકીને છોડીને જતા જીવ કેમનો ચાલ્યો?  જન્મ થતા જ દિકરી ગંભીર હાલતમાં હતી. સિવિલમાં તેની સારવાર પણ ચાલી રહી હતી અને તેવામાં તેના માતા પિતાને તેને તરછોડીને નાસી ગયા.  

દિકરીની હાલત ગંભીર હોવાથી તરછોડી દીધી

સુલતાનપુરના સુક્રાંતીબેનને 27 માર્ચે દિકરીને જન્મ થયો હતો.  તેની પુત્રીની હાલત ગંભીર હોવાથી સિવિલમાં સારવાર ચાલી રહી હતી. માતા પિતાને જેવી જાણ થઇ કે દિકરીની હાલતી અત્યંત નાજુક છે કે મા બાપ તેને છોડીને ચાલ્યા ગયા. સમગ્ર ઘટનાને પગેલ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બાળકીનાં માતા-પિતા વિરુદ્ધ  ફરિયાદ નોંધાઇ છે. ત્યારે અહીં સવાલ એ થાય કે તમે બાળકની જવાબદારી ઉઠાવવા તૈયાર જ નહોવ તો બાળકને પેદા જ શા માટે કર્યુ ?શું દિકરીને બદલે દિકરાનો જન્મ થયો હોત તો ? તો શું આવી રીતે તરછોડીને ચાલ્યા જતા ? શું દિકરી હોવુ એ ગુનો છે ? આ દિકરીની જિંદગી બચાવવાનો પ્રયાસ ડોક્ટરો કરી રહ્યા હતા પરંતુ કદાચ આ દિકરી જ જાણી ગઇ હશે કે મારા મા બાપને જ મારી જરુર નથી તો મારે આ જિંદગીમાં જીવીને શું કરવું ? 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ