બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / paralympics bhavina patel paratabletennis

Paralympics / ગુજરાતની દીકરીએ વગાડ્યો ડંકો, ભાવિના પટેલ પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ફાઈનલમાં પહોંચી, ગોલ્ડથી ફક્ત એક પગલું દૂર

Bhushita

Last Updated: 08:07 AM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરાલિમ્પિકમાં ભાવિના બેન પટેલ ભારતને અપાવી શકે છે ગોલ્ડ મેડલ. તેઓ પેરાલિમ્પિક ફાઈનલમાં પહોંચનારી ભારતની પહેલી ટેબલ ટેનિસ ખેલાડી બની છે.

  • પેરાઓલિમ્પિકમાં ગુજ્જુ ખેલાડીનો દબદબો
  • ગુજરાતની ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ
  • ટેબલ ટેનિસમાં ભાવિના પટેલ પહોંચી ફાઇનલમાં


ભાવિન પટેલ પેરાલિમ્પિક ફાઈનલમાં પહોચનારી ભારતની પહેલી ટેબલ ટેનિસ ખેલાડી બની છે. તેઓએ શનિવારે ટોક્યોની રમતમાં મહિલા એકલ ક્લાસ 4ના સેમિફાઈનલમાં ચીનની ઝાંગ મયાઓને 7-11, 11-7, 11-4,9-11,11-8થી માત આપી હતી અને હવે તે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચવાથી એક પહલું દૂર છે. 

શું કહે છે ભાવિના પટેલ
34 વર્ષની ભાવિના કહે છે કે આ રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ભારતીય ગળને માટે સારી શરીઆત છે. મેં સેમીફાઈનલમાં ચીનના ખેલાડીને હરાવી છે. તમે ઈચ્છો તો કંઈ પણ અસંભવ હોતું નથી. ગુજરાતના મહેસાણાની ભાવિના પટેલ 29 ઓગસ્ટે ફાઈનલમાં રમશે. આ મેચમાં તીનની ઝાઉ યિંગ સાથે મુકાબલો કરશે અને મેચ સવારે 7.15 વાગે શરૂ થશે. વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે ભાવિના પટેલ. ભારતની દીકરીએ દેશનું નામ રોશન કરવાની તૈયારી કરી લેતા દેશ ગર્વ અનુભવી રહ્યો છે. ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ લખ્યો છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ફાઇનલમાં પહોંચ્યા હોય. બ્રાઝિલની પેડલર જોયસ ડી ઓલિવિરા ને હરાવતી વખતે ભાવિના પટેલે આ કમાલ કર્યો છે. અને હવે ચીનની હરિફ ખેલાડીને હરાવીને ભાવિનાએ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

<

ભાવિનાએ સર્બિયાની પ્લેયરને હરાવી
ભાવિના પટેલે સર્બિયાની Borislava Rankovicને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ક્લાસ 4 ટેબલ ટેનિસમાં તે 11-5, 11-6, 11-7 સ્કોરથી જીતી ગયા છે. ભારતને પેરાલિમ્પિકમાં ભાવીના મેડલ અપવાશે તેવી આશા દ્રઢ થઇ ગઇ છે. 

ભાવિના બેને બ્રાઝીલની ઓલિવિએરાને હરાવી
ભાવિના પટેલે આ મૅચમાં 12-10, 13-11 અને 11-6થી જીત મેળવી હતી. બ્રાઝીલ સામેના મુકાબલામાં તેમણે ઓલિવિએરાને હરાવી દીધી છે. પેરાલિમ્પિકમાં ભાવિના બેન  ભારતને અપાવી શકે છે મેડલ. 

ક્વાટર ફાઇનલમાં મુકાબલો
ક્વાટર ફાઇનલમાં ભાવિના બેનનો મુકાબલો વર્લ્ડના નંબર 2 પેડલર સાથે હશે. ભાવિના પટેલે મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. ભારતની આશા ભાવિના પર છે, હવે તે ભારતને પેરાલિમ્પિકમાં મેડલ અપાવી શકે છે. 

ભારતની 34 વર્ષીય ખેલાડીએ વિશ્વમાં નવમા નંબરનની શેકલટનને 41 મિનીટ સુધી હંફાવી હતી. આ મૅચમાં 11-7, 9-11, 17-15, 13-11થી હરાવી હતી. વિશ્વમાં 12મા નંબરની ખેલાડી માટે આ કરો યા મરો મેચ હતી. 

આ બાદ આગળની 2 મૅચમાં બંને ખેલાડીઓએ પોતાનું 100% આપ્યું હતુ અને ભાવિનાબેનની આ ટુર્નામેન્ટમાં પહેલી જીત હતી. કારણકે પહેલી મેચમાં વિશ્વની નંબર 1 ચીની ખેલાડી ઝોઉ યિંગથી 0-3થી હારી હતી. ભાવિનાબેનની 2 મેચમાં ત્રણ પોઇન્ટ હતા અને યિંગના નોકઆઉટ ચરણમાં પહોંચવામાં સફળ રહી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ