બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / Pakistan's Supreme Court directs National Accountability Bureau to produce former prime minister Imran Khan within an hour

મોટી રાહત / ઈમરાન ખાન છૂટી જશે ! પાક. સુપ્રીમ કોર્ટે ધરપકડને ગણાવી ગેરકાયદેસર, એજન્સીને આદેશ- '1 કલાકમાં અહીંયા લાવો'

Hiralal

Last Updated: 04:45 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાક.સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદેસર ગણાવીને નેશનલ એકાઉન્ટીબિલીટી બ્યૂરોને એક કલાકની અંદર ઈમરાન ખાનને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

  • પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટી રાહત
  • પાક.સુપ્રીમ કોર્ટ ધરપકડને ગણાવી ગેરકાયદેસર
  • 1 કલાકની અંદર કોર્ટમાં હાજર કરવાનો તપાસ એજન્સીને ઓર્ડર 

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ઈમરાન ખાનની ધરપકડ સામેની અરજી પર સુનાવણી કરતાં ચીફ જસ્ટીસ ઉમર અતા બાંદીયલની ખંડપીઠે તેમની ધરપકડની ગેરકાયદેસર જાહેર કરી હતી અને જે એજન્સીએ ધરપકડ કરી હતી તે નેશનલ એકાઉન્ટીબિલિટી બ્યૂરોએ એક કલાકની અંદર ઈમરાનને કોર્ટમાં લાવવાનો આદેશ આપ્યો હતો. 

તપાસ એજન્સી એનએબીએ દેશને બર્બાદ કરી નાખ્યો 
કોર્ટે ઇમરાન ખાનને એક કલાકમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સમય ભવિષ્ય માટે એક દાખલો બેસાડવાનો છે. અમે પાકિસ્તાનને જેલ નહીં બનવા દઈએ. તપાસ એજન્સી એનએબીએ દેશને ખૂબ બરબાદ કરી નાખ્યો છે.

કોર્ટમાંથી કોઈની ધરપકડ કેવી રીતે કરી શકાય-સુપ્રીમનો સવાલ 
ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદીયલની અધ્યક્ષતામાં થયેલી સુનાવણીમાં કોર્ટે ઇમરાનની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેમની  ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી. કોર્ટે કહ્યું કે, ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે, કોર્ટમાં ડરનો માહોલ બનાવવામાં આવ્યો. કોર્ટે એનએબીને પૂછ્યું છે કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કેવી રીતે કરી શકાય. એનએબીએ કોર્ટનું અપમાન કર્યું છે. સાંજે લગભગ 4 વાગે સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. આ સાથે ચીફ જસ્ટિસ બાંદીલે કડક સૂચના આપી હતી કે, ઈમરાન ખાનના આગમન પર રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં ન આવે.

ધરપકડ પહેલા કેમ ન લીધી પરમિશન 
ઈમરાન ખાનની ધરપકડ પર કોર્ટે કહ્યુ કે જો કોઈ વ્યક્તિએ કોર્ટ સામે આત્મસમર્પણ કરી દીધુ છે તો તેની ધરપકડ કરવાનો શું અર્થ છે? આ રીતે ભવિષ્યમાં ન્યાય માટે કોર્ટમાં પણ કોઈ પોતાને સુરક્ષિત નહીં માને. ચીફ જસ્ટિસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ધરપકડ પહેલા રજિસ્ટ્રાર પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી.

ચૂંટાયેલા પ્રતિનિધિઓની ધરપકડ બંધ કરો-સુપ્રીમ 
ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદીયલ, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનાલ્લાહની બનેલી સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પીટીઆઇના વડા ઇમરાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. જસ્ટીસ અતહર મિનાલ્લાહે ટિપ્પણી કરી હતી કે એનએબી ઘણા વર્ષોથી આ કરી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ધરપકડ કરવામાં આવી રહી છે, આ પ્રક્રિયા બંધ થવી જોઈએ.

ઈમરાનની ગઈકાલે ઈસ્લામાબાદ કોર્ટમાંથી થઈ હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ગઈ કાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી નેશનલ એકાઉન્ટીબિલિટી બ્યૂરોએ ધરપકડ કરી હતી. 

સુપ્રીમ ઈમરાનને છોડી મૂકે તેવી શક્યતા

સુપ્રીમ કોર્ટની આ કડક ટીપ્પણી બાદ આશા રખાઈ રહી છે કે ઈમરાનને છોડી મૂકવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ