બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pakistani spy caught from Anand: Living in Gujarat since 1999 as a profiteer

કાર્યવાહી / આણંદમાંથી ઝડપાયો પાકિસ્તાનનો જાસૂસ: 1999થી લાભશંકર બનીને ગુજરાતમાં રહેતો, ATSએ નજર રાખીને ઝડપ્યો તો થયો મોટો ખુલાસો

Malay

Last Updated: 02:20 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ATSએ આણંદમાંથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ, મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાકિસ્તાનમાં મોકલતો ગુપ્ત માહિતી

  • ગુજરાત ATSએ પાકિસ્તાની જાસૂસ ઝડપ્યો
  • આણંદથી જાસૂસની કરાઈ ધરપકડ
  • ગુપ્ત માહિતી મોકલતો હતો પાકિસ્તાન 

આણંદ ન્યૂઝઃ ગુજરાત એટીએસ (Anti-Terrorism Squad)ને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ આણંદ જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. જે બાદ તેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પાકિસ્તાની જાસૂસ 1999થી ગુજરાતમાં રહેતો હોવાનો અને ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે. તે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાકિસ્તાનમાં માહિતી મોકલતો હતો. હાલ ગુજરાત ATS દ્વારા પાકિસ્તાની જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે.  

1999માં પત્ની સાથે આવ્યો હતો ભારત
મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSની ટીમે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી પાકિસ્તાની જાસૂસ લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૂળ પાકિસ્તાની લાભશંકર મહેશ્વરી 1999માં પત્ની સાથે ભારત આવ્યો હતો. તે શરૂઆતમાં તારાપુરમાં તેના સાસરિયામાં રહેતો હતો. જે બાદ તેણે લાંબા સમય સુધી વિઝા માટે એપ્લાય કરવાનું ચાલું રાખ્યું હતું. 

2006માં આપવામાં આવી હતી નાગરિકતા 
તારાપુરમાં તેણે સાસરિયાઓની મદદથી કરિયાણાની દુકાન શરૂ કરી હતી. જે બાદ તેને 2006માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. એવું પણ સામે આવ્યું છે કે તે ગત વર્ષે પાકિસ્તાન માતા-પિતાને મળવા ગયો હતો. માનવામાં એવું પણ આવે છે કે તે ત્યારથી જ તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે વાતચીત કરી રહ્યો છે. જરાત ATSને ઘણા સમયથી તેના પર શંકા હતી. 

ATS રાખી રહી હતી નજર
સેન્ટ્રલ એજન્સી તરફથી વિગતો મળ્યા બાદ આ શખ્સ પર ગુજરાત ATS નજર રાખી રહી હતી. જાસૂસ ટેક્નોલોજીથી ડિફેન્સના કર્મચારીઓની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું ATSને જાણવા મળ્યું છે. હાલ જાસૂસને ATSની કસ્ટડીમાં લઈ લેવાયો છે અને ઉલટ તપાસ ચાલુ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ