અમદાવાદમાં બેફામ ફરતા રિક્ષા ચાલાકો અનેક લોકોને અડફેટ લઈ રહ્યા છે અને આજે તો વાડજમાં અકસ્માતનો બનાવ બન્યો છે.
અમદાવાદમાં શહેરમાં ઓવરલોડ રિક્ષાનો ત્રાસ
RTOના નિયમનો વારંવાર ભંગ કરી રહ્યાં છે
રિક્ષા ચાલકોને નથી કાયદાનો ભય
અમદાવાદમાં રિક્ષા ચાલાકો બેફામ બનીને રિક્ષા ચલાવી રહ્યા છે. પાછળની સીટ પર ત્રણ પેસેન્જરના બદલે ચારથી પાંચ અને આગળ પણ 2 પેસેન્જર બેસાડી લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા છે. આજે જ વાડજ ખાતે પણ બેફામ પેસેન્જરને ભરી જતા રિક્ષાનો એક્સિડન્ટ થયો હતો અને અગાઉ પણ અનેક બનાવો બન્યા છે, છતાં આ રિક્ષા પર પોલીસ તંત્રનો કોઈ જ કંટ્રોલ ન હોવાથી અનેક લોકો રિક્ષાનો ભોગ બની રહ્યા છે.
રિક્ષાઓ પર પોલીસનો કોઈ કંટ્રોલ નથી?
અમદાવાદનો રિક્ષા વાળો કહેવત તો સૌને ખબર હશે પરંતુ આ કહેવત જ્યારે પ્રથમ વખત ઉચ્ચારાઈ હશે ત્યારે અમદાવાદના રિક્ષા ચાલકો નિયમોમાં માનતા હશે પરંતુ હવે આ કહેવતને જો સારા અર્થમાં કહેવી હોય તો હવે અમદાવાદનો બેફામ રિક્ષા વાળો કહેવી પડે તેવી છે. અમદાવાદમાં બેફામ ફરતા રિક્ષા ચાલાકો અનેક લોકોને અડફેટ લઈ રહ્યા છે અને આજે તો વાડજમાં અક્સમાતનો પણ બનાવ બન્યો છે. અનેક વખત ઓવરલોક અને ઓવર સ્પિડના લીધે રિક્ષાઓ પલ્ટી ખાતી પણ નજરે પડી છે છતાં રીક્ષાઓ પર પોલીસનો કોઈ કંટ્રોલ જોવા મળતો નથી.
લોકોએ શું કહ્યું ?
વીટીવીએ રિક્ષા ચાલાકો અને પેસેન્જર સાથે પણ વાત કરી તો લોકોનું કહેવુ છે કે, રિક્ષા સરળતાથી મળી જાય છે. રિક્ષાનું ભાડુ ઓછુ હોય છે અને રિક્ષા એક સ્ટેન્ડથી પેસેન્જર ભરીને ઉપડે તો સીધા જે તે જગ્યાએ ઉતારે છે ત્યારે બસ દરેક જગ્યાએ સ્ટોપ લેતી હોવાથી જવામાં લેટ થવાતુ હોય છે. સાથે જ પેસેન્જરો પણ માની રહ્યા છે કે જો સસ્તુ જોઈએ તો રિક્ષામાં જેટલા લોકોને બેસાડે તે સહન કરવુ પડે છે.
રિક્ષા ચાલાકોએ શુ જણાવ્યું ?
રિક્ષા ચાલાકો કહી રહ્યા છે કે, સીએનજીના ભાવ વધુ છે અને રિક્ષાના હપ્તા ભરવા માટે વધુ લોકોને બેસાડવા પડે છે તેમજ લોકોને શેરીંગ રીક્ષા સસ્તી પડે છે માટે લોકો વધુ બેસવાનું પસંદ કરે છે, જો ત્રણને જ બેસાડીએ તો પોસાતુ નથી.