બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Over 100% increase in fake Rs-500 notes, counterfeit Rs 2,000 currency notes up over 50%

RBI રિપોર્ટ / 500 અને 2000ની ચલણી નોટને લઈને આવ્યાં મહત્વના સમાચાર, જાણી લેજો નહીંતર પસ્તાવું પડશે

Hiralal

Last Updated: 06:33 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં નકલી નોટોની સંખ્યામાં મોટો વધારાનો આરબીઆઈના રિપોર્ટ બાદ હવે લોકોમાં ચિંતા વધી છે.

  • દેશમાં નકલી નોટોનો રાફડો ફાટ્યો
  • લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર 
  • આરબીઆઈના રિપોર્ટે ચિંતા વધારી
  • 2021-22માં નકલી નોટોની સંખ્યામાં વધારો
  • 2020-2021માં 500 રૂપિયાની નકલી નોટોમાં 101.9 ટકાનો વધારો
  • 2000 રૂપિયાની નકલી નોટોમાં 54.16 ટકાનો વધારો

દેશમાં નકલી નોટોનું ચલણ ઘણું વધી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના તાજા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2021-22માં નકલી નોટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર 2020-2021માં 500 રૂપિયાની નકલી નોટોમાં 101.9 ટકાનો વધારો થયો છે, જ્યારે 2000 રૂપિયાની નકલી નોટોમાં 54.16 ટકાનો વધારો થયો છે.

આરબીઆઈ રિપોર્ટમાં થયો ખુલાસો 

આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં એવું જણાવાયું છે કે 31 માર્ચ 2022 સુધી ચલણમાં રહેલી નોટની કુલ કિંમતના 87.1 ટકા 500 અને 2000 રૂપિયાની નોટનો હિસ્સો 87.1 ટકા હતો, જે 31 માર્ચ 2021ના રોજ 85.7 ટકા હતો. વોલ્યુમની વાત કરીએ તો 31 માર્ચ 2022 સુધી 500 રૂપિયાના મૂલ્યની નોટનો હિસ્સો સૌથી વધુ હતો, જે 34.9 ટકા હતો. આ પછી 10 રૂપિયાના મૂલ્યની નોટ આવી, જે કુલ નોટના 21.3 ટકા હતી.

10 રુપિયાથી માંડીને 2000ની નકલી નોટોમાં થયો વધારો 

ગયા વર્ષની સરખામણીએ 50 અને 100 રૂપિયાની નકલી નોટોમાં ઘટાડો થયો છે, 10 રૂપિયા, 20 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા (નવી ડિઝાઇન) અને 2000 રૂપિયાની નકલી નોટોમાં અનુક્રમે 16.4 ટકા, 16.5 ટકા, 11.7 ટકા, 101.9 ટકા અને 54.6 ટકાનો વધારો થયો છે. સાથે જ નકલી 50 રૂપિયાની નોટમાં 28.7 ટકા અને 100 રૂપિયાની નકલી નોટમાં 16.7 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

2000 રૂપિયાની નોટની સંખ્યામાં ઘટાડો 

આરબીઆઈના એન્યુઅલ રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી 2000 રૂપિયાની નોટની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચના અંત સુધીમાં, ચલણમાં રહેલી કુલ નોટોમાં તેમનો હિસ્સો ઘટીને 214 કરોડ રૂપિયા અથવા 1.6 ટકા થઈ ગયો હતો.

આરબીઆઈના રિપોર્ટ બાદ લોકોએ સાવધ થવાની જરુર
ઉલ્લેખનીય છે કે નકલી નોટો પરના આરબીઆઈના રિપોર્ટ બાદ હવે લોકોએ વધારે સાવધાન થઈ જવાની જરુર છે. કારણ કે મોટી સંખ્યામાં નકલી નોટો ચલણમાં હોવાથી ક્યારેય તમે છેતરાઈ શકો છો. 500 અને 2000ની નોટો લેતા પહેલા તકેદારી રાખવી અનિવાર્ય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ