બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / Opposition unity may be seen on Karnataka CM Siddaramaiah's swearing-in platform from today

કર્ણાટક CM / આજથી કર્ણાટકના સર્વ સત્તાધીશ સિદ્ધારમૈયા, શપથગ્રહણના મંચ પર દેખાઈ શકે છે વિપક્ષી એકતા

Priyakant

Last Updated: 08:11 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Siddaramaiah News: રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને શિવકુમારને તેમના સાથીદારો સાથે 20 મેના રોજ બપોરે 12.30 વાગ્યે શપથ લેવા આમંત્રણ આપ્યું

  • કર્ણાટકમાં આજે બપોરે સિદ્ધારમૈયા લેશે CM પદના શપથ 
  • શપથગ્રહણના મંચ પર દેખાઈ શકે છે વિપક્ષી એકતા
  • અનેક રાજ્યોના CMને આમંત્રણ, મમતા બેનરજી નહીં રહે હાજર 

કર્ણાટકમાં ચૂંટાયેલી સરકાર શનિવારે શપથ લેવા જઈ રહી છે. કોંગ્રેસના સિદ્ધારમૈયા રાજ્યના 30મા મુખ્યપ્રધાન તરીકે તેમનો બીજો કાર્યકાળ શરૂ કરવાના છે. મહત્વનું છે કે, કર્ણાટકમાં 13 મેના રોજ પરિણામ આવતા કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી. બહુમતીનો આંકડો હાંસલ કર્યા પછી કોંગ્રેસે સીએમ પસંદ કરવા માટે લાંબું વિચારમંથન કર્યું હતું. જેમાં ખૂબ વિચાર કર્યા પછી, સિદ્ધારમૈયાને સીએમની ખુરશી સોંપવામાં આવી અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમની સીટ પર બેસાડવામાં આવ્યા. જોકે પહેલા એવી ચર્ચા હતી કે.કોંગ્રેસ રાજ્યમાં ત્રણ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવી શકે છે, પરંતુ હવે ડીકે શિવકુમાર જ ડેપ્યુટી સીએમ હશે.

સિદ્ધારમૈયાએ રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો કર્યો દાવો 
સિદ્ધારમૈયા આ પહેલા તેઓ 2013 થી 2018 સુધી પ્રથમ CM કાર્યકાળ જોઈ ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિદ્ધારમૈયા ડીકેની સાથે 25-26 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. તેમાં ડીકે અને સિદ્ધારમૈયા બંનેના વફાદાર ધારાસભ્યોનો સમાવેશ થશે. કોંગ્રેસના CM પદની જાહેરાત બાદ બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્ણાટકના કોંગ્રેસ પ્રભારીએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આના પર સહમત થતા તમામ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા. આ પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

બપોરે 12:30 વાગ્યે CM તરીકે શપથ લેશે સિદ્ધારમૈયા 
રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને શિવકુમારને તેમના સાથીદારો સાથે 20 મેના રોજ બપોરે 12.30 વાગ્યે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન કાંતિરવા સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ માટે ગત મંગળવારથી અધિકારીઓ કામે લાગ્યા છે. કોંગ્રેસ પણ આ શપથ ગ્રહણ દ્વારા વિપક્ષી એકતા બતાવવા માંગે છે. આવી સ્થિતિમાં મહેમાનોના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સ્ટેડિયમ પહોંચ્યા બાદ ડીકેએ શપથ ગ્રહણની તૈયારીઓનો પણ હિસાબ લીધો હતો.

તો શું આ મંત્રીઓ પણ લેશે શપથ ? 
સિદ્ધારમૈયાની કેબિનેટમાં 25થી 26 મંત્રીઓ શપથ લઈ શકે છે. જોકે માત્ર 10 લોકોની યાદી સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પરમેશ્વર, રામલિંગા રેડ્ડી, કેજે જ્યોર્જ, એચકે પાટીલ, એમબી પાટીલ, સતીશ જારકીહોલી, યુટી કધર, લક્ષ્મી હેબ્બાલકર, ટીબી જયચંદ્ર, એચસી મહાદેવપ્પા મંત્રી તરીકે શપથ લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટની યાદી તૈયાર કરી રહી છે. 

આ દિગ્ગજ નેતાઓ શપથ ગ્રહણમાં આપશે હાજરી 
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઘણા મુખ્યમંત્રીઓ અને નેતાઓને આમંત્રણ આપ્યું છે અને તેમને વ્યક્તિગત રીતે આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. ખડગેએ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, બિહારના સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસી ચીફ ફારૂક અબ્દુલ્લાને આમંત્રણ મોકલ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજા, સીપીઆઈ એમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને એસપી ચીફ અખિલેશ યાદવને પણ બોલાવવામાં આવ્યા છે. 

કેસીઆરે કોંગ્રેસની જીત પર કેમ કર્યો કટાક્ષ ? 
તેલંગાણાના સીએમ કેસીઆરે પણ કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર કટાક્ષ કર્યો છે. તેલંગાણાના સીએમ કેસીઆરએ કહ્યું કે, તાજેતરમાં તમે કર્ણાટકની ચૂંટણીઓ જોઈ, ભાજપ સરકાર હારી અને કોંગ્રેસની સરકાર જીતી ગઈ. કોઈ જીત્યું, કોઈ હાર્યું. પણ શું બદલાશે? શું કોઈ ફેરફાર થશે? ના, કશું બદલાવાનું નથી. છેલ્લા 75 વર્ષથી વાર્તાનું પુનરાવર્તન થતું રહે છે, પરંતુ તેમાં કોઈ ફેરફાર થતો નથી.

CM મમતા શપથગ્રહણમાં હાજર નહીં રહે 
આ તરફ CM મમતા બેનર્જીએ કર્ણાટકમાં સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં તેમના સાંસદ પ્રતિનિધિને મોકલવાનો નિર્ણય કર્યો છે. મહત્વનુ છે કે, આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે કર્ણાટકના સીએમના શપથ ગ્રહણ સમારોહથી અંતર રાખીને તેમણે પોતાના પ્રતિનિધિને કાર્યક્રમમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ માહિતી આપતાં સાંસદ ડેરેક ઓ'બ્રાયને જણાવ્યું હતું કે, ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વતી કર્ણાટકના મુખ્યપ્રધાન-નિયુક્ત સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ