બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / opposition parties meeting lalu yadavs funny statement on rahul gandhis marriage

...અને હસી પડયાં / VIDEO: 'હજુ પણ સમય છે, લગ્ન કરી લો', રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવે આપી સલાહ, રાહુલ ગાંધીનો જવાબ સૌને ગમ્યો

Manisha Jogi

Last Updated: 07:18 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલુ યાદવે જણાવ્યું કે, રાહુલ ગાંધી સારું કામ કરી રહ્યા છે. તેમણે અદાણીનો મુદ્દો ઉઠાવીને ખૂબ જ સારું કામ કર્યું છે. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લગ્ન ના કરવા બાબતે ટોક્યા પણ હતા.

  • લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લગ્ન ના કરવા બાબતે ટોક્યા
  • હજુ પણ સમય છે; રાહુલ ગાંધીએ હવે લગ્ન કરી લેવા જોઈએ
  • ‘સોનિયા ગાંધી કહે છે કે, રાહુલ તેમની વાત માનતા નથી’

બિહારના પટનામાં આજે વિપક્ષી દળોની બેઠક થઈ હતી. આ બેઠક પછી યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય જનતા દળના ચીફ લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખૂબ જ વખાણ કર્યા છે. લાલુ યાદવે જણાવ્યું કે, રાહુલ ગાંધી સારું કામ કરી રહ્યા છે. તેમણે અદાણીનો મુદ્દો ઉઠાવીને ખૂબ જ સારું કામ કર્યું છે. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લગ્ન ના કરવા બાબતે ટોક્યા પણ હતા. 

લાલુ પ્રસાદ યાદવે તમામ વિપક્ષી નેતાઓ વચ્ચે કહ્યું હતું કે, હજુ પણ સમય છે; રાહુલ ગાંધીએ હવે લગ્ન કરી લેવા જોઈએ. સોનિયા ગાંધી કહે છે કે, રાહુલ તેમની વાત માનતા નથી. તમે લગ્ન કરશો તો અમે તમામ લોકો તમારી જાનમાં આવીશું. લાલુ પ્રસાદ યાદવની આ વાત સાંભળીને તમામ લોકો હસવા લાગ્યા હતા. રાહુલ ગાંધીએ સામે જવાબ આપ્યો હતો કે, તમે કરી રહ્યા છો, તો લગ્ન પણ થઈ જ જશે. 

કર્ણાટકમાં બજરંગબલી નારાજ થઈ ગયા અને ભાજપને ગદાથી માર્યું: લાલુ
લાલુ યાદવે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે, આપણે સહુ એકસાથે નથી આવતા, તેથી ભાજપ જીતી જાય છે. આપણે તમામ લોકોએ એકજૂથ થઈને લડવું પડશે. દેશ તૂટવાની આરે છે, ભીંડા 60 રૂપિયા કિલો છે. ભારતમાં હિંદુ-મુસ્લિમનો નારો આપવામાં આવે છે અને હનુમાનજીના નામ પર ચૂંટણી લડવામાં આવે છે. આ વખતે કર્ણાટકમાં હનુમાનજી નારાજ થઈ ગયા અને ગદાથી માર્યું, ત્યાર પછી રાહુલ ગાંધી પાર્ટી- કોંગ્રેસ જીતી ગઈ. 

આપણે તમામ મતભેદ ભૂલીને સાથે કામ કરીશું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી જણાવે છે કે, હિંદુસ્તાનના પાયા પર હુમલો થઈ રહ્યો છે. દેશની સંસ્થાઓ પર  હુમલો થઈ રહ્યો છે. આપણે તમામ મતભેદ ભૂલીને સાથે કામ કરીશું, બેઠક પછી નીતિશ કુમાર જણાવે છે કે, ટૂંક સમયમાં વિપક્ષની વધુ એક બેઠક થશે અને તે બેઠકમાં સીટ શેરિંગ બાબતે નિર્ણય કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ