બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Once again the star player did not get a place in the team, fans were angry, saying - 'BCCI is discriminating against the player'

ક્રિકેટ / ફરી એકવાર આ સ્ટાર ખેલાડીને ટીમમાં ન મળી જગ્યા,  ફેન્સ થયા ગુસ્સે, કહ્યું - 'BCCI ખેલાડી સાથે કરી રહ્યું છે ભેદભાવ'

Megha

Last Updated: 12:46 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ માટે BCCIએ ફરી એકવાર આ ખેલાડીને ટીમમાં સ્થાન આપ્યું નથી, જેને કારણે ચાહકો ગુસ્સે થયા છે. ફેન્સનું માનવું છે કે બોર્ડ આ ખેલાડી સાથે ભેદભાવ કરી રહ્યું છે.

  • ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત 
  • BCCIએ ફરી એકવાર આ ખેલાડીને ટીમમાં સ્થાન આપ્યું નથી
  • આ ખેલાડીની સતત અવગણના કરવામાં આવતા ચાહકો ગુસ્સે થયા

BCCIએ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની ODI સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિએ પ્રથમ 2 વનડે માટે વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને ટીમની કપ્તાની સોંપી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે જ BCCIએ ફરી એકવાર આ ખેલાડીને ટીમમાં સ્થાન આપ્યું નથી, જેને કારણે ચાહકો ગુસ્સે થયા છે. 

સંજુ સેમસનને ફરી ટીમમાં સ્થાન ન આપ્યું 
ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ફરી એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે. હવે આ અંગે ચાહકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સંજુ સેમસનને ભારતીય ટીમમાં સ્થાન આપ્યું નથી જ્યારે રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ અંગે ચાહકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ચાહકોએ BCCIની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે
ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમમાં સેમસનને પસંદ ન કરવા બદલ ચાહકોએ BCCIની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય ટીમ દ્વારા સતત અવગણના કરવામાં આવતા સેમસનને લઈને ચાહકોનું માનવું છે કે બોર્ડ આ ખેલાડી સાથે ભેદભાવ કરી રહ્યું છે. તે જ સમયે, કેટલાક ચાહકોનું કહેવું છે કે રોહિત ફક્ત તેના મનપસંદ ખેલાડીઓને તક આપી રહ્યો છે.

વનડેમાં સંજુ સેમસનનું શાનદાર પ્રદર્શન રહ્યું છતાં.. 
સેમસને ભારત માટે તેની છેલ્લી વનડે મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમી હતી. ચાહકોનું માનવું છે કે વનડેમાં તેના શાનદાર પ્રદર્શન છતાં પસંદગીકારો અને મેનેજમેન્ટ દ્વારા સેમસન સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. સેમસનની 12 ODI ઇનિંગ્સમાં 55ની એવરેજ અને 104નો સ્ટ્રાઇક રેટ અને 3 અર્ધશતક છે, જ્યારે સૂર્યાની 25 ODI ઇનિંગ્સમાં 2 અર્ધશતક અને માત્ર 24ની એવરેજ છે.

સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ODI ટીમમાં પરત ફર્યો છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે વનડે માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી જ્યારે શ્રેયસ અય્યરને તક આપવામાં આવી છે. બાંગ્લાદેશ સામેની સુપર ફોરની મેચમાં અક્ષરને ઈજા થઈ હતી. તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો અને તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને લેવામાં આવ્યો હતો. સુંદરને ઓસ્ટ્રેલિયા સામેની ટીમમાં પણ જાળવી રાખવામાં આવ્યો છે.

એશિયા કપની ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન ન આપવામાં આવ્યું 
નોંધનીય છે કે સંજુને એશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું ન હતું જ્યારે રોહિતે સૂર્યકુમાર અને તિલકને ટીમમાં પસંદ કર્યા હતા. સંજુ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમની કેપ્ટનશીપ કરે છે, જ્યારે સૂર્યકુમાર અને તિલક આઈપીએલમાં રોહિતની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સમાં રમે છે. 

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે વનડે માટે ભારતીય ટીમઃ  
કેએલ રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર , આર અશ્વિન , જસપ્રીત બુમરાહ , મોહમ્મદ શમી , મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા 

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વનડે માટે ભારતીય ટીમઃ 
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ