બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / On the pretext of finding a calf in Navsari, she took her husband to the field and pushed him into the well

હત્યારી મહિલા / નવસારીમાં વાછરડાને બહાને પતિને લઈ ગઈ ખેતરના કૂવામાં, ધક્કો મારીને પતાવ્યો, 'કેમ કાઢ્યો કાંટો'?

Hiralal

Last Updated: 09:10 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના આસુંદર ગામમાં શખ્સના શંકાસ્પદ મોત મામલે હત્યાનું કાવતરું ખુલ્યું છે જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને કૂવામાં ધક્કો દેતા તેનું મોત થયું હતું.

  • નવસારીમાં વાછરડું શોધવાને બહાને 
  • બાહાને ખેતરના કૂવામાં ધક્કો મારીને માર્યો 
  • વાછરડું શોધવાના બહાને પતિને ખેતર નજીક લઈ જઈ કૂવામાં માર્યો ધક્કો 

નવસારીના જલાલપોર આસુંદર ગામમાં થયેલા એક શખ્સના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે. આ શખ્સનું મોત હત્યાથી થયું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસ તપાસ અનુસાર, આસુંદર ગામે મહિલા પોતાના પતિ સાદુલ ભરવાડનો કાંટો કાઢી નાખવા માગતી હતી કારણ કે તેને બીજા શખ્સ સાથે આડા-સંબંધો હતા અને તેથી આ બન્નેએ ભેગા થઈને  સાદુલ ભરવાડને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. 

વાછરડું શોધવાને બહાને કૂવા પાસે લઈ ગઈ
મહિલા તેના પતિ સાદુલ ભરવાડને વાછરડું શોધવાના બહાને ખેતરમાં લઈ ગઈ હતી અને ત્યાં તેના પ્રેમી સાથે મળીને પતિને કૂવામાં ધક્કો મારી દીધો હતો જેના તેનું મોત થયું હતું. 

આપઘાત કર્યો હોવાનો દેખાવ કર્યો
આરોપી પત્ની અને તેના પ્રેમીએ શાદુલને કૂવામાં ધક્કો મારીને મારી નાખ્યો જે પછી તેની હત્યાને આપઘાતમાં ખપાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હવે પોલીસે હત્યાનું કાવતરું ખુલ્લું પાડ્યું છે. 

પત્નીએ કેમ મારી નાખ્યો પતિએ
શાદુલ ભરવાડની પત્નીને પતિ ગમતો નહોતો, તેને ગામના એક શખ્સ સાથે આડા-સંબંધો હતા અને તેથી પતિ આંખના કણાની જેમ ખૂંચતો હતો, આથી બન્નએ ભેગા થઈને શાદુલની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને તે પ્રમાણે તેનો અમલ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ