બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / On the day of Jalyatra, Mehulio broke in Ahmedabad from early morning, torrential rain with thunderstorm

અનરાધાર વરસાદ / જળયાત્રાના દિવસે અમદાવાદમાં વહેલી સવારથી તૂટી પડ્યો મેહુલિયો, વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, વૃક્ષો ધરાશાયી

Priyakant

Last Updated: 07:44 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Monsoon News: અમદાવાદમાં વહેલી પરોઢિયે સામાન્ય વરસાદ બાદ અચાનક 6:30 વાગ્યા આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે આકાશ ગર્જી ઉઠ્યું અને શરૂ થઈ વરસાદની જોરદાર બેટિંગ

  • રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો 
  • અમદાવાદમાં વહેલી સવારથી જોરદાર વરસાદ
  • વીજળીના કડાકા ભડાકા સાથે આકાશ ગર્જી ઉઠ્યું

હવામાનની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી પલટો આવ્યો છે. અમદાવાદમાં વહેલી પરોઢિયે સામાન્ય વરસાદ બાદ અચાનક 6:30 વાગ્યા આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે આકાશ ગર્જી ઉઠ્યું હતું. જે બાદમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મહત્વનું છે કે, છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમી વચ્ચે આવતા થોડી રાહત થઈ હતી. 

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. વિગતો મુજબ આજે સવારથી સેટેલાઈટ, બોપલ, વસ્ત્રાપુર, મેમ્કો, શાહીબાગ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, સરખેજ, ચાંદખેડા, વેજલપુર, શિવરંજની, મેમનગર, આંબાવાડી, નરોડા, મેઘાણીનગર, પાલડી,નારણપુરા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, થલતેજ, સરદારનગર, અસારવા, કુબેરનગર અને નવરંગપુરામાં ભારે વરસાદ પડ્યો છે.

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે જળયાત્રા માટેની જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિરમાં પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલાં મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા’ જેઠ સુદ પૂનમ રવિવારે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન માટે વરઘોડારૂપે પહોંચશે. સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ ત્યાંથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ષોડ્પશોચાર પૂજા વિધિ કરવામાં આવશે. આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યાર બાદ ભગવાનનાં ગજવેશનાં દર્શન થશે. આરતી બાદ ભગવાન જગન્નાથજીને મોસાળ મોકલવામાં આવશે.  જળયાત્રા  વિધિમાં ગૃહરાજ્યપ્રધાન  હર્ષ સંઘવી,  શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપ સંગઠનના નેતાઓ હાજર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ