બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Old buildings in Godra area of Jetpur collapsed

દુર્ઘટના / જેતપુરમાં જર્જરિત મકાન ધરાશાયી: ગઢની ભેખડ ધસતા એક સાથે 100 વર્ષ જૂના 6 મકાનો કાટમાળમાં, એક વૃદ્ધ સહિત બે બાળકીનાં મોત

Dinesh

Last Updated: 08:28 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલા જૂનાં મકાન ધરાશાયી થયાં છે, જેમાં ત્રણ લોકોના મોત થયાં જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે

  • જેતપુરમાં જર્જરિત મકાન ધરાશાયી
  • ગઢની ભેખડ ધસતા 6 મકાનો ધરાશાયી
  • મકાન નીચે દબાતા ત્રણ લોકોના મોત 

એક મહિના પહેલા અમદાવાદમાં અને જામનગરમાં જર્જરિત મકાનો ધરાશાયી થતાં લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમ છતાં તંત્ર ઊંઘતું રહ્યું અને આજે ફરી એકવાર તેવી જ ઘટના જેતપુરમાં સામે આવી છે. જેતપુરના ગોદરા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા ત્રણ લોકોના મૃત્યુ થયા છે, ઉપરના ભાગમાં આવેલા ગઢની ભેખડ ધસી પડતા દુર્ઘટના ઘટી હતી. પાપ્ત વિગતો મુજબ અંદાજે 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાયી થયા હતાં. જેના કાટમાળ નીચે દટાતા 3 વ્યક્તિના મોત થયા છે. જેમાં 2 નાના બાળકો તેમજ 1 વૃદ્ધાનું સમાવેશ થાય છે.

8 વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતાં
આ ઘટના ગોદરા વિસ્તારમાં બની છે, વરસાદના કારણે પાણી વહેતો થયો હતો જેના કારણે ગોદરા વિસ્તારના ઉપરના ભાગમાં આવેલા જૂના ગઢની રાંગની ભેખડ ધસી પડી હતી. જે બાદ લગભગ 100 વર્ષ જુનાં મકાનો ધરાશાયી થયાં હતા. આ ઘટનામાં 8 વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતાં. જેમાં આજુબાજુના લોકો તેમજ તંત્ર દ્વારા રેસ્કૂય કરી તમામને કાટમાળ નીચેથી બહાર નીકાળી દેવાયા હતાં. આ દુર્ઘટનામાં ત્રણના મોત થયા છે તેમજ અન્ય સારવાર હેઠળ છે. 

ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા
અત્રે જણાવીએ કે, ઈજાગ્રસ્તોને સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે સમગ્ર ઘટનાના પગલે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ હોસ્પિટલ  પહોંચી ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

ધારાસભ્ય જયેશ રાદડિયાએ સંવેદના વ્યક્ત કરી
ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું કે, ગોદરા વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યાની આજુબાજુ મકાન ધરાશાયી થયું હતું, જેમાં 8 જેટલી વ્યક્તિ દટાયા હતા. તેમણે વધુમાં કહ્યું કે, નગરપાલિકાની ટીમ, સ્થાનિકો અને આસપાસના લોકોએ ભેગા મળીને તમામનું રેસ્ક્યૂ કર્યું હતું અને તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે અને અન્ય પાંચ વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચી છે જેને લઈ તેમની સારવાર ચાલી રહી છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને હું તમામ પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરુ છું. તેમણે વધુમાં કહ્યું કે, હાલ જે 5 વ્યક્તિ સારવાર હેઠળ છે તેમની જવાબદારી લઉં છું તેમજ જો તેમને વધારે સારવાર માટે આગળ ખસેડવા પડશે તો એના માટે પણ હું તૈયાર છું.

મૃતકના નામ
જયાબેન રાજુભાઈ મકવાણા (ઉં.વ. 50) 
મેઘના અશોકભાઈ મકવાણા (ઉં.વ.10) 
સિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉં.વ.7)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ