બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Politics / Official announcement of Siddaramaiah and DK Sivakumar role, Parameshwar said- I would have been made Deputy CM

કર્ણાટક / કોંગ્રેસે બે નેતાઓને માંડ મનાવ્યાં ત્યાં ત્રીજા નારાજ, કહ્યું મને ડેપ્યુટી CM જ બનાવી દેવો હતો...

Pravin Joshi

Last Updated: 02:41 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટેના નામની સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સિદ્ધારમૈયાને સીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ હશે.

  • કર્ણાટકમાં સીએમની ખુરશીના વિવાદનો આખરે અંત
  • કોંગ્રેસે સિદ્ધારમૈયાને સીએમ બનાવવાનો નિર્ણય કર્યો 
  • ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ પદ માટે સંમત થયા 
  • કર્ણાટકના પૂર્વ ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરે સવાલ ઉઠાવ્યા 

કર્ણાટકમાં સીએમની ખુરશીને લઈને સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેની ખેંચતાણનો અંત આવ્યો. કોંગ્રેસે સિદ્ધારમૈયાને કર્ણાટકના સીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ પદ માટે સંમત થયા છે. જો કે કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતાએ આ ફોર્મ્યુલા પર સવાલ ઉઠાવ્યા છે. કર્ણાટકના પૂર્વ ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરે કહ્યું કે, સિદ્ધારમૈયાને સીએમ અને શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાતથી દલિત સમુદાયને દુઃખ થયું છે. સિદ્ધારમૈયાની પાછલી સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા જી પરમેશ્વરે હાઈકમાન્ડના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કર્ણાટકમાં દલિત સીએમની માંગ ઘણી વધારે હતી. પરંતુ આવું ન થયું. દલિત સમાજને નુકસાન થયું છે. હું સરકાર પણ ચલાવી શકતો હતો. જો સીએમ ન હોત તો કમ સે કમ મને ડેપ્યુટી સીએમ બનાવવો જોઈતો હતો.

ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલાને લઈને કોંગ્રેસમાં નારાજગી

કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકમાં માત્ર એક એટલે કે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. એમબી પાટીલ અને જી પરમેશ્વર હાઈકમાન્ડના આ નિર્ણયથી નારાજ હોવાનું કહેવાય છે. એમબી પાટીલ લિંગાયત અને પરમેશ્વર દલિત સમુદાયમાંથી આવે છે. બંને નેતાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસે સત્તાવાર રીતે સીએમ-ડેપ્યુટી સીએમની જાહેરાત કરી

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી. વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સિદ્ધારમૈયાને સીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ હશે. રાજ્યમાં એક જ ડેપ્યુટી સીએમ હશે. ડીકે 2024ની લોકસભા ચૂંટણી સુધી કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ રહેશે.

રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસની જીત કર્ણાટકના લોકોના માથા પર ટકી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ નેતાઓએ સખત મહેનત કરી, આ સામૂહિક નેતૃત્વની જીત છે. તેમણે કહ્યું કે, અમારા બંને નેતા સીએમ બનવા માટે સક્ષમ છે. બંને રાજ્યો સારી રીતે ચલાવી શકે છે. પરંતુ મુખ્યમંત્રી તરીકે એકનું નામ નક્કી કરવું પડશે.તેથી સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી હશે.

 

કર્ણાટકના પરિણામોથી લઈને મુખ્યમંત્રી ચૂંટણી સુધીની સંપૂર્ણ સમયરેખા

  • 13મી મેના રોજ પરિણામ આવ્યું. જેમાં કોંગ્રેસે 135 સીટો જીતી હતી.
  • 14મી મેના રોજ બેંગલુરુની એક હોટલમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલા ત્રણ નિરીક્ષકો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં એક લીટીનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે મલ્લિકાર્જુન ખડગેએ સીએમ અંગે નિર્ણય લેવો જોઈએ. જો કે આ દરમિયાન કેટલાક ધારાસભ્યોએ પોતાના અંગત અભિપ્રાય પણ વ્યક્ત કર્યા હતા.
  • 15 મેના રોજ નિરીક્ષકો દિલ્હી પહોંચ્યા અને મલ્લિકાર્જુન ખડગેને રિપોર્ટ સોંપ્યો. પાર્ટીએ બંને નેતાઓ શિવકુમાર અને સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવ્યા. પાર્ટી હાઈકમાન્ડની બેઠક મોડી રાત સુધી ચાલી હતી, જેમાં મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ સહમતિ સધાઈ ન હતી.
  • સિદ્ધારમૈયા 15 મેના રોજ બપોરે દિલ્હી પહોંચ્યા હતા. શિવકુમારે ખરાબ તબિયતને ટાંકીને દિલ્હી આવવાની ના પાડી દીધી હતી.
  • ડીકે શિવકુમાર 16 મેના રોજ દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠક ખડગેના નિવાસસ્થાને થઈ હતી. જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. આ પછી ખડગેએ શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથે અલગ-અલગ બેઠક કરી હતી.
  • કર્ણાટક માટે 17 મેનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આ દરમિયાન અનેક રાઉન્ડ બેઠકો થઈ હતી. રાહુલ ગાંધીએ તેમના નિવાસસ્થાને કેન્દ્રીય નિરીક્ષકો ભંવર જિતેન્દ્ર સિંહ, કેસી વેણુગોપાલ, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી.
  • બીજી તરફ કર્ણાટકના કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલાએ 12 વાગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરી હતી. આ પછી, કેન્દ્રીય સુપરવાઇઝર સુશીલ સિંદે ખડગેને 12.27 વાગ્યે મળ્યા. એમબી પાટીલ બપોરે 1.30 વાગ્યે ખડગેને મળવા પહોંચ્યા હતા.
  • સૂત્રોના જણાવ્યા અનુસાર ડીકે શિવકુમારે સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી હતી. તેઓ હિમાચલમાં છે. સોનિયાએ ડીકેને ખડગેને મળવાનું કહ્યું. બપોરે 2 વાગે ડીકે ખડગેને મળવા પહોંચ્યા. લગભગ 2 કલાક સુધી આ વાતચીત ચાલી. શિવકુમાર સીએમ સિવાય કોઈ હોદ્દો લેવા તૈયાર ન હતા.
  • આખરે સોનિયા ગાંધીના હસ્તક્ષેપ બાદ કર્ણાટકમાં રાજકીય સંકટ દૂર થયું.
  • 18 મેના રોજ બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસે સિદ્ધારમૈયાને સીએમ, ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ