બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Numbers of suicides cases in Gujarat, Ahmedabad Riverfront becomes hotspot of suicides

આપઘાત / હચમચાવનારા આંકડા, ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 15000થી વધુ લોકોએ કર્યો આપઘાત, આ સ્થળ હોટસ્પોટ

Kiran

Last Updated: 06:34 PM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આપઘાતના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાતમાં આપઘાતને લઇ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, દ્વારકા જિલ્લાના સમોર ગામે 2 પુત્રીના લગ્નની ચિંતામાં પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર

  • રાજ્યમાં આપઘાતને લઇ ચોંકાવનારો આંકડો
  • અમદાવાદ રિવરફ્રન્ટ આત્મહત્યાનું હોટસ્પોટ બન્યું
  • દીકરીઓના લગ્નની ચિંતામાં પિતાએ એસિડ પીધું

ગુજરાતમાં આપઘાતના કેસનું પ્રમાણ વધી રહ્યું છે, રોજ અવનવા આત્મહત્યાના કિસ્સા સામે આવે છે ત્યારે આજે ફરી બે એવી ઘટના સામે આવી છે જે જાણની આપના રુવાંડા ઉભા થઈ જશે, થોડા સમય પહેલા આયેશા નામની યુવકીએ રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો વીડિયોમાં મહિલાએ પોતાના પતિ સાથેના અણગમા વાત કરી હતી હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું,  તેમ કહીને  આપઘાત કરી લીધો હતો ત્યારે આજે આયેશા જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 

અમદાવાદ રિવરફ્રન્ટ આત્મહત્યાનું હોટસ્પોટ બન્યું

અમદાવાદની સાબરમતી નદી જાણે સ્યૂસાઇડ પોઇન્ટ બની ગઇ હોય તેમ એક બાદ એક આપઘાતની ઘટના સામે આવી રહી છે. આયશાની જેમ શહેરમાં વધુ એક યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે, આઠ દિવસ પહેલા પતિના ત્રાસથી કંટાળીને સમીમબાનુ અંસારીએ નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું,  જો કે સમગ્ર મામલે પોલીસે આરોપી પતિ અબ્દુલ માઝીદ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.  પતિ અબ્દુલ  અન્ય યુવતી સાથે સંબંધ રાખી ત્રાસ આપવાનો પણ આરોપ છે.મૃતક સમીમબાનુના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ અબ્દુલ પટ્ટા અને વાયરથી માર મારતો હતો, એટલું જ નહીં પતિ સમીમબાનુને એ યાદ ના રહે તેવી દવાઓ પણ આપતો હતો ચાર બાળકોની માતાએ આખરે કંટાળીને આપઘાત કરી લીધો હતો.

દીકરીઓના લગ્નની ચિંતામાં પિતાએ એસિડ પીધું

બીજી તરફ દ્વારકા જિલ્લાના સમોર ગામે કરુણ ઘટના સામે આવી છે, જેમાં 2 પુત્રીના લગ્નની ચિંતામાં પિતાએ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખંભાળિયાના સામોર ગામે વાંણદની દુકાન ચલાવતા 45 વર્ષીય દિલીભાઈ રાઠોડે બે દિવસ પહેલા એસિડ પીને જીવન ટૂંકાવી દેતા ગામમાં શોકનો માહોલ છવાય ગયો છે. આપઘાતનું કારણ પુત્રીઓના લગ્ન ન થવાની ચિંતા મનાઈ રહી છે. પરિવારમાં 3 પુત્રી અને 7 વર્ષિય  પુત્રની જવાબદારી હતી જેમાં 2 પુત્રીના લગ્ન નક્કી થઈ ગયા હતા. કોરોના કાળમાં લોક ડાઉનને પગલે આર્થિક સ્થિતિ કંગાળ થઈ જતા આર્થિક સંકડામણમાં ફસાઈ જવાથી પિતાએ એસિડ ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. આપઘાત બાદ પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. 

રાજ્યમાં આપઘાતને લઇ ચોંકાવનારો આંકડો

મહત્વનું છે કે  ગુજરાતમાં આપઘાતના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાતમાં આપઘાતને લઇ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં પુરુષોમાં આપઘાતનું પ્રમાણ વધું છે. આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2020માં ગુજરાતમાં 8 હજાર 50 લોકોએ આપઘાત કર્યો હતો. જ્યારે વર્ષ 2019માં 7 હજાર 655 લોકોએ આપઘાત કર્યો જેમાં 18થી 60 વર્ષની વયના લોકો વધુ છે. રાજ્યમાં અને સામુહિક આપઘાતની 3 ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે ગુજરાતમાં સોશિયલ ઇશ્યૂના કારણે 1 હજાર 999 લોકોનો આપઘાત કર્યો છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં 871, સુરતમાં 869 લોકોએ અંતિમ પગલુ ભર્યુ છે. પરીક્ષામાં નાપાસ થતા 82 વિદ્યાર્થી અને 80 વિદ્યાર્થિનીઓએ આપઘાત કર્યો છે.  અત્યાર સુધીમાં અમદાવાદમાં 20, સુરતમાં 41, વડોદરામાં 12 વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યૂ છે. જ્યારે નપુસંકતા-વંધ્યત્વના કારણે 5 યુવક અને 18 યુવતીએ આપઘાત કર્યો છે. જ્યારે લગ્ન સહિતના કારણોને લઇ 43 પુરુષ અને 31 સ્ત્રીઓએ આપઘાત કર્યો છે. જ્યારે પારિવારિક કારણોને લઇ 1 હજાર 330 પુરુષ અને 830 સ્ત્રીઓએ આપઘાત કર્યો છે તો બિમારીના કારણે 11 હજાર 158 પુરુષ અને 556 સ્ત્રીઓએ આત્મહત્યા કરી છે.

રાજ્યમાં પુરુષોમાં આપઘાતનું પ્રમાણ વધ્યું 

  • વર્ષ 2020માં ગુજરાતમાં 8 હજાર 50 લોકોએ કર્યો આપઘાત
  • વર્ષ 2019માં 7 હજાર 655 લોકોએ કર્યો હતો આપઘાત
  • આપઘાત કરનારમાં 18થી 60 વર્ષની વયના લોકો વધુ

ગુજરાતમાં આપઘાતના આંકડા

સામુહિક આપઘાત 13
સોશિયલ ઇશ્યૂ 1 હજાર 999
પરીક્ષામાં નાપાસ 82 વિદ્યાર્થી અને 80 વિદ્યાર્થિની
નપુસંકતા-વંધ્યત્વ 5 યુવક અને 18 યુવતી
લગ્ન સહિતના કારણ 43 પુરુષ અને 31 સ્ત્રીઓ
પારિવારિક ઝઘડા 1 હજાર 330 પુરુષ અને 830 સ્ત્રી
બિમારી 11 હજાર 158 પુરુષ અને 556 સ્ત્રી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ